
Eductaion News: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે.
UPSCએ નોટિફિકેશન બહાર પાડ્યું
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ 2026ની પરીક્ષા માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં જણાવ્યામાં આવ્યુ છે કે, ઉમેદવારો 4 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી, 2026ની વચ્ચે અરજી ફોર્મ ભરી શકે છે. UPSC પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોએ શક્ય તેટલી વહેલી તકે અરજી કરી લે. આ નોટિફિકેશનની સાથે, કમિશને ઘણા નવા ફેરફારો પણ કર્યા છે.
ઉમેદવારો ખાંસ વાચી લે નવા ફેરફારો
જે ઉમેદવારો આગામી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓએ આ ફેરફાર વિશે જાણી લેવું જરુરી છે નહીંતર ઉમેદવારીની મહેનત પર પાણી ફરી વળી શકે છે. નવા ફેરફારોમાં શું છે અને ઉમેદવારોએ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તે વિગતવાર નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાંથી યુપીએસસી સિવિલ સર્વિસની પરીક્ષા આપવામાં માટે લાખો પરીક્ષાર્થીઓ આખુ વર્ષ તૈયારી કરતા હોય છે, ત્યારે તેના માટે આ સમાચાર વાંચવા ખૂબ જ જરૂરી છે.
આટલી બધી જગ્યાઓ માટે ભરતી
UPSCના જણવ્યાનુસાર, આ વર્ષે કુલ 933 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. અરજી કરવાની અંતિમ તારીખ 24 ફેબ્રુઆરી છે. નવા નિયમો હેઠળ, IAS, IFS અને ખાસ કરીને IPSમાં પહેલાથી જ નિયુક્ત ઉમેદવારો પર ઘણા કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે.
ફેસ ઓથેન્ટિકેશન પર ભાર
આ વર્ષે, UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા માટે ઓથેન્ટિકેશનની નવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. એ નોંધવું જોઈએ કે પરીક્ષા કેન્દ્ર પર ફેસ ઓથેન્ટિકેશન જરૂરી રહેશે. સલામત અને ન્યાયી પરીક્ષા પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે, બધા ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર ફેસ ઓથેન્ટિકેશન કરાવવું જરૂરી રહેશે.
શું છે યોગ્યતા
ભારતીય વહીવટી સેવા (IAS) માટે અરજી કરનારા ઉમેદવારો પાસે ભારતની માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. ભારતીય વન સેવા (IFS) ઉમેદવારો પાસે પશુપાલન, પશુચિકિત્સા વિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ગણિત, ભૌતિકશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર અને કૃષિ જેવા વિષયોમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.
કેવા ફેરફારો કરવામાં આવ્યો
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ પરીક્ષા 2026 માટે નોટિફિકેશન બહાર પાડીને તેણે પહેલાથી જ સેવામાં રહેલા ઉમેદવારો માટેના નિયમોમાં પણ નોંધપાત્ર ફેરફારો કર્યા છે. કમિશને જણાવ્યું છે કે, કોઈપણ સેવામાં પહેલાથી જ પસંદ થયેલા ઉમેદવારો CSE પદો માટે અરજી કરી શકતા નથી. વધુમાં, જો કોઈ ઉમેદવાર પ્રિલિમ પરીક્ષા પછી અને મુખ્ય પરીક્ષા પહેલાં આ સેવાઓ માટે પસંદ થાય છે, તો તેમને મુખ્ય પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. IPS માટે પણ એક નવો નિયમ છે. જો કોઈ ઉમેદવારની અગાઉની પરીક્ષાઓના આધારે IPS માટે પસંદગી કરવામાં આવી હોય, તો તેઓ 2026ના પરિણામોના આધારે IPS કેડર માટે ફરીથી પસંદગી કરી શકશે નહીં.
ઉમેદવારોએ ધ્યાન આપવું જોઈએ
UPSCએ ગ્રુપ A સેવા માટે પસંદગી પામ્યા પછી 2026 માં ફરીથી પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો માટેના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. આવા ઉમેદવારો સંબંધિત વિભાગમાંથી તાલીમમાંથી મુક્તિ મેળવી લીધા બાદ જ પરીક્ષામાં બેસવા માટે પાત્ર બનશે. જો કે, જો તેઓ તાલીમમાં હાજરી નહીં આપે અને મુક્તિ નહીં માંગે, તો તેમની 2026ની અરજી રદ કરવામાં આવશે. વધુમાં, જો તેઓ 2027માં ફરીથી સફળ થાય છે, તો તેમણે બે સેવાઓમાંથી એક પસંદ કરવી પડશે, અને બીજી રદ ગણાશે.
એક વખતની તક
એ પણ નોંધનીય છે કે જે ઉમેદવારો CSE 2025 અથવા તે પહેલાં સેવામાં જોડાયા છે તેમને 2026 અથવા 2027માં તેમના બાકીના પ્રયાસોનો ઉપયોગ કરવા માટે (રાજીનામું આપ્યા વગર) છેલ્લી તક આપવામાં આવે છે. જો કે, જો કોઈ ઉમેદવાર 2028 અથવા તે પછીના સમયમાં સિવિલ સર્વિસીસ પરીક્ષામાં બેસવા માંગે છે, તો તેમણે તેમના વર્તમાન પદ પરથી રાજીનામું આપવું પડશે.












