UPSCએ જાહેર કર્યું 2027નું એક્ઝામ કેલેન્ડર, જાણો કઈ ભરતી માટે ક્યારે આવશે

UPSC has announced the exam: યુપીએસસીએ વર્ષ 2027 માટેનું પરીક્ષા કેલેન્ડર જાહેર કર્યું છે. નવા કેલેન્ડર મુજબ આગામી વર્ષે સિવિલ સર્વિસ પ્રિલિમ્સ પરીક્ષા 23 મે 2027ના રોજ યોજાશે, જ્યારે સિવિલ સર્વિસ મુખ્ય પરીક્ષા 20 ઓગસ્ટ 2027થી શરૂ થશે અને સતત પાંચ દિવસ સુધી ચાલશે.
આ સાથે ભારતીય વન સેવા પ્રારંભિક પરીક્ષા પણ સિવિલ સર્વિસ પ્રિલિમ્સ સાથે જ યોજાશે. યુપીએસસી દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડરમાં એન્જિનિયરિંગ સેવા, NDA, NA, CDS સહિત અનેક ભરતી પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
NDA અને CDS પરીક્ષાની તારીખો
વર્ષ 2027માં NDA અને NA પરીક્ષા (I) 11 એપ્રિલ 2027ના રોજ યોજાશે, જ્યારે NDA/NA પરીક્ષા (II) 19 સપ્ટેમ્બર 2027ના રોજ લેવામાં આવશે.
તે જ રીતે CDS પરીક્ષા (I) પણ 11 એપ્રિલ 2027ના રોજ યોજાશે અને CDS પરીક્ષા (II) 19 સપ્ટેમ્બર 2027ના રોજ લેવામાં આવશે.
એન્જિનિયરિંગ સેવા પરીક્ષાનું શેડ્યૂલ
એન્જિનિયરિંગ સેવા પ્રિલિમ્સ પરીક્ષા 31 જાન્યુઆરી 2027ના રોજ યોજાશે, જ્યારે મુખ્ય પરીક્ષા 18 જૂન 2027ના રોજ લેવામાં આવશે.
મહત્વપૂર્ણ પરીક્ષાઓની તારીખો
સંયુક્ત ભૂ-વૈજ્ઞાનિક પ્રારંભિક પરીક્ષા 2027
- નોટિફિકેશન તારીખ: 2 સપ્ટેમ્બર 2026
- અરજીની છેલ્લી તારીખ: 22 સપ્ટેમ્બર 2026
- પરીક્ષા તારીખ: 31 જાન્યુઆરી 2027
CBI DSP LDCE
- નોટિફિકેશન તારીખ: 16 ડિસેમ્બર 2026
- અરજીની છેલ્લી તારીખ: 5 જાન્યુઆરી 2027
- પરીક્ષા તારીખ: 27 ફેબ્રુઆરી 2027
CISF AC LDCE 2027
- નોટિફિકેશન તારીખ: 25 નવેમ્બર 2026
- અરજીની છેલ્લી તારીખ: 15 ડિસેમ્બર 2026
- પરીક્ષા તારીખ: 13 અને 14 માર્ચ 2027
IES/ISS પરીક્ષા 2027
- નોટિફિકેશન તારીખ: 10 ફેબ્રુઆરી 2027
- અરજીની છેલ્લી તારીખ: 2 માર્ચ 2027
- પરીક્ષા તારીખ: 18થી 20 જૂન 2027
સંયુક્ત ભૂ-વૈજ્ઞાનિક પરીક્ષા 2027
- નોટિફિકેશન તારીખ: 2 સપ્ટેમ્બર 2026
- અરજીની છેલ્લી તારીખ: 22 સપ્ટેમ્બર 2026
- પ્રિલિમ્સ પરીક્ષા: 10 જાન્યુઆરી 2027
- મુખ્ય પરીક્ષા: 19 જૂન 2027
કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ AC પરીક્ષા 2027
- નોટિફિકેશન તારીખ: 17 ફેબ્રુઆરી 2027
- અરજીની છેલ્લી તારીખ: 9 માર્ચ 2027
- પરીક્ષા તારીખ: 4 જુલાઈ 2027
સંયુક્ત મેડિકલ સેવા પરીક્ષા 2027
- નોટિફિકેશન તારીખ: 3 માર્ચ 2027
- અરજીની છેલ્લી તારીખ: 23 માર્ચ 2027
- પરીક્ષા તારીખ: 18 જુલાઈ 2027
કેલેન્ડર કેવી રીતે ડાઉનલોડ કરવું?
ઉમેદવારો UPSC Official Website પર જઈ પરીક્ષા વિભાગમાં “Annual Calendar 2027” વિકલ્પ પસંદ કરીને સંપૂર્ણ કેલેન્ડર ડાઉનલોડ કરી શકે છે.
આ પણ વાંચો : જાણો કોણ છે કોકરોચ જનતા પાર્ટી બનાવનાર અભિજીત દિપકે ? હાલ સોશિયલ મીડિયા પર પાર્ટી ચર્ચાનો વિષય












