ગુજરાતટોપ ન્યૂઝ

કેન્દ્ર સરકારના આ પૂર્વ મંત્રી રાજકોટની નવી AIIMSના બન્યા અધ્યક્ષ

Text To Speech
  • રાજકોટમાં આકાર પામનારી નવી એઈમ્સના પ્રમુખ બન્યા
  • ગૌ સેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ તરીકે સેવા આપી
  • હાલ રાજકોટ એઇમ્સમાં ઓપીડી વિભાગ કાર્યરત છે

કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી રાજકોટની નવી AIIMSના અધ્યક્ષ બન્યા છે. જેમાં રાજકોટમાં નવી એઈમ્સના ડો.વલ્લભ કથીરિયા પ્રમુખ બન્યા છે. તેમાં આવતીકાલે ચાર્જ સંભાળશે. ડો.વલ્લભ કથીરિયા રાજકોટના પૂર્વ સાંસદ છે. જેમાં હવે રાજકોટમાં આકાર પામનારી નવી એઈમ્સના પ્રમુખ બન્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો અમદાવાદમાં કેવો રહેશે મેઘ 

રાજકોટમાં આકાર પામનારી નવી એઈમ્સના પ્રમુખ બન્યા

ડો.વલ્લભ કથીરિયાએ ગૌ સેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ તરીકે સેવા આપી છે. રાજકોટમાં નવી એઈમ્સમાં તેઓ આવતીકાલે ચાર્જ સંભાળશે. ભારત સરકારે રાજકોટના ભૂતપૂર્વ લોકસભા સાંસદ અને કેન્દ્રમાં ભૂતપૂર્વ રાજ્ય મંત્રી ડો.વલ્લભ કથિરિયાની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટની ગવર્નિંગ બોડીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે.

હાલ રાજકોટ એઇમ્સમાં ઓપીડી વિભાગ કાર્યરત છે

હાલ રાજકોટ એઇમ્સમાં ઓપીડી વિભાગ કાર્યરત છે. આગામી સમયમાં આઇપીડી વિભાગ શરૂ કરવામાં આવનાર હોવાથી યોગ્ય રીતે સમયસર કામ આગળ વધી શકે તે માટે મહત્ત્વની કામગીરી સાથે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગત જૂન માસ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જૂન મહિના દરમિયાન રાજકોટ એઇમ્સની 64% કામગીરી પૂર્ણ થઈ જવા પામી હતી. જે ત્રણ મહિના અગાઉ એટલે કે, માર્ચ મહિના સુધીમાં 60% પૂર્ણ થઇ હતી. આ સમયે તેઓએ જણાવ્યું હતું કે, ઓક્ટોબરમાં ફૂલફેઝમાં હોસ્પિટલ તૈયાર થઈ જશે અને OPD બાદ IPD પણ શરૂ કરવામાં આવશે.

Back to top button