ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

એક કરોડથી વધુ સેલરી વાળા રાજીનામુ આપેઃ હૈદરાબાદની ફાર્મા કંપનીનું ફરમાન

હૈદરાબાદ, 15 એપ્રિલ, 2025: હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ સાથે સંકળાયેલી મોટી જાણકારી સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટના અનુસાર કંપનીએ પોતાનો ખર્ચ ઘટાડવા માટે મોટી સેલરી (વેતન) લેનારાઓને રાજીનામુ આપી દેવા જણાવ્યુ છે. સૂત્રોના હવાલાથી એવા દાવો કરવામાં આવ્યો છે કે કંપની પોતાના ખર્ચને 25 ટકા સુધી ઘટાડવા માંગે છે.

આ ઘટનાથી માહિતગાર સૂત્રોના અનુસાર કંપનીએ ઊંચી સેલરી વાળા કર્મચારીઓ પાસેથી રાજીનામુ માંગ્યુ છે. કંપની દ્વારા ખર્ચને ઘટાડીને 25 ટકા સુધી કરવાના આંતરિત કવાયતના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યુ છે. જેમની પાસેથી રાજીનામુ માંગવામાં આવ્યુ છે તેઓ દરેક એક કરોડ જેટલી સેલરી મેળવે છે.

કંપનીમાં ખર્ચ ઘટાડવા સાથે સંકલાયેલા આ અભિયાનની અસર તેની આરએન્ડડી વિભાગ પર પણ પડી રહી છે. જ્યાં 50થી 55 વર્ષના કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે કહેવામાં આવ્યુ છે. જોકે આ વિશે કંપની દ્વારા હજુ સુધી સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

નોંધનીય છે કે ડૉ. રેડ્ડીઝના શેરનો ભાવ ગત શુક્રવારે એનએસઇ પર રૂ. 16ના વધારા સાથે રૂ. 1110 પર બંધ આવ્યો હતો. ત્યારે આ સમાચારથી શું ફેર પડશે તે આજના બજારના સત્રમાં જાણવા મળશે.

આ પણ વાંચોઃ ભારત અને ચીન વચ્ચે ફરી સીધી ફ્લાઇટ શરૂ થવાની શક્યતા

Back to top button