ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ભારતને ડેડ ઇકોનોમિ ગણવાની ટ્રમ્પ ભૂલ ન કરે! કહે છે ડેનમાર્કના રાજદૂત

નવી દિલ્હી, 9 ઓગસ્ટ, 2025: ડેનમાર્કના રાજદૂત રાસમસ અબિલ્ડગાર્ડ ક્રિસ્ટેન્સને ભારતને ‘ડેડ ઇકોનોમિ’ કહેનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ફગાવી દીધુ છે. તેમણે કહ્યુ કે ભારત દુનિયાનની સૌથી વધુ ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થા છે અને યુરોપી સંઘ (EU) ભારત માટે એક અત્યંત આકર્ષક સ્થળ માને છે.

તાજેતરમાં એક ન્યૂઝ એજન્સીને આપેલી એક મુલાકાતમાં ક્રિસ્ટેન્સને ભારતની આર્થિક તાકાતની ભારે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે હું નિશ્ચિત રૂપે ભારતને ડેડ ઇકોનોમિ માનતો નથી. તેનાથી વિરુદ્ધ આ દુનિયાની સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા છે. તેમણે એ વાત પર ભાર મુક્યો હતો કે ભારત અને યુરોપીય સંધ વચ્ચે ચાલી રહેલ મુક્ત વેપાર સમજૂતિ એ વાતની સાબિતી છે કે ભારતમાં કેટલી આર્થિક શક્તિ છે.

ટ્રમ્પ પર વળતો પ્રહાર

નોંધનીય છે કે ટ્રમ્પ દ્વારા તાજેતરમાં ભારત દ્વારા રશિયા પાસેથી ઓઇલ ખરીદવા અને 50% ટેરિફ લાદવા પર કડક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “મને કોઈ ફરક નથી પડતો કે ભારત રશિયા સાથે શું કરે છે. તેઓ એકસાથે તેમની મૃત અર્થવ્યવસ્થાઓને તોડી શકે છે, મને તેની કોઈ પરવા નથી.” આ અંગે પ્રતિક્રિયા આપતા ડેનિશ રાજદૂતે કહ્યું કે ડેનમાર્ક અને સમગ્ર યુરોપ ભારતને રોકાણ અને વેપાર માટે એક ઉત્તમ સ્થળ તરીકે જુએ છે. તેમણે કહ્યું કે જો ભારતનું અર્થતંત્ર મૃત હોત, તો આવું થાત નહી.

રાજદૂતે વેપાર તણાવ પર પણ વાત કરી હતી તેમણે કહ્યું કે તેમનું માનવું છે કે એક નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા હોવી જોઈએ, જ્યાં મોટા દેશો નાના દેશોને તેમની સાથે સંમત થવા દબાણ ન કરે. તેમણે કહ્યું કે જ્યારે યુરોપિયન યુનિયન ભારત સાથે વાટાઘાટો કરે છે, ત્યારે તેનો ઉદ્દેશ્ય બંને પક્ષો માટે ફાયદાકારક કરાર પર પહોંચવાનો છે, અને ભારતને તેની આર્થિક શક્તિનો ઉપયોગ કરીને કંઈક કરવા દબાણ કરવાનો નથી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પર સમર્થન

ક્રિસ્ટેન્સેને કહ્યું કે ડેનમાર્ક સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાને સમર્થન આપે છે અને કાયમી બેઠક મેળવવાના ભારતના પ્રયાસોને પણ સંપૂર્ણ સમર્થન આપે છે. ડેનિશ રાજદૂતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને પશ્ચિમી દેશો વચ્ચે વેપાર અને જિયો-પોલીટિકલ સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ ટેરિફ વધારા વચ્ચે ભારતે અમેરિકાને આપ્યો ઝટકો! હથિયારો ખરીદવાની યોજના માંડી વાળી

Back to top button