ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NEET-UG વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું, PM મોદીને લખ્યો પત્ર

Dharmendra Pradhan: NEET-UG 2026 પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને તેને લઈને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું પાઠવ્યું છે. સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા પત્રમાં તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કોઈપણ રાજકીય અથવા કાનૂની વિવાદ કરતાં વધુ મહત્ત્વનું છે અને આ જ ભાવના સાથે તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો છે.

પત્રમાં ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું છે કે તેઓ છેલ્લા ચાર દાયકાથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારણા માટે કાર્યરત રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, 3 મે 2026ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષામાં ગેરરીતિઓની ફરિયાદો સામે આવતાં જ કેન્દ્ર સરકારે કેસ CBIને સોંપ્યો, પરીક્ષા રદ કરી પુનઃ પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો અને આગામી વર્ષથી NEET સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારિત (CBT) મોડમાં યોજાશે તેવી જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું કે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે નિષ્પક્ષ અને સરળ પરીક્ષા યોજવી તેમની પ્રથમ પ્રાથમિકતા હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારો, જિલ્લા તંત્ર, વિદ્યાર્થીઓ અને વાલીઓના સહકારથી 21 જૂન 2026ના રોજ પુનઃ પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી. 16 જુલાઈએ જાહેર થયેલા પરિણામોમાં અનેક ગરીબ અને વંચિત પરિવારોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સફળતા મળી હતી, પરંતુ કેટલાક જવાબદાર હોદ્દા પર રહેલા લોકોએ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનું તેમણે દુઃખ વ્યક્ત કર્યું. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે છેલ્લા દસ દિવસની ઘટનાઓથી તેઓ અત્યંત વ્યથિત થયા હતા. આ તેમના વ્યક્તિગત સન્માનનો નહીં, પરંતુ દેશના યુવાનોના ભવિષ્યનો પ્રશ્ન છે. તેઓ ઇચ્છતા નથી કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય રાજકીય ટકરાવ કે કાનૂની વિવાદમાં ફસાય અથવા તેમનું ધ્યાન અભ્યાસથી ભટકે. આ કારણસર તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હોવાનું પત્રમાં જણાવ્યું છે.

NEET-UG વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું, PM મોદીને લખ્યો પત્ર hum dekhenge news

પત્રના અંતે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રિમંડળના સહયોગીઓ, શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ ભવિષ્યમાં પણ દેશ, ઓડિશાની જનતા અને યુવાનોની આશાઓ પૂર્ણ કરવા માટે સમર્પિત રહીને કાર્ય કરવાનું આશ્વાસન આપ્યું છે.

આ પણ વાંચોઃ દિલ્હી : જંતર-મંતર ખાતે આજે પ્રદર્શનકારીઓનો પોલીસ પર પથ્થરમારો, ફેક ન્યૂઝ ફેલાવનારા 400 એકાઉન્ટ બંધ
Back to top button