ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી : જંતર-મંતર ખાતે આજે પ્રદર્શનકારીઓનો પોલીસ પર પથ્થરમારો, ફેક ન્યૂઝ ફેલાવનારા 400 એકાઉન્ટ બંધ

Jantar Mantar : દિલ્હીના જંતર-મંતર પર LIC બિલ્ડીંગ પાસે આજે શનિવારે બપોરે પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કરી અને વાહનોમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરી અને ટીયરગેસ છોડ્યા હતા. આ થડામણમાં પોલીસકર્મીઓ તથા અનેક પ્રદર્શનકારીઓ પણ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ફેક ન્યૂઝ ફેલાવનાર 400થી વધુ એકાઉન્ટ કરાયા બંધ

 

આ દરમ્યાન દિલ્હી પોલીસે જણાવ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે, સોશિયલ મીડિયા પર કોઈપણ માહિતી ઝડપથી વાયરલ થઈ જાય છે. તેથી કોઈપણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા ફેક્ટ ચેક જરૂરી છે. ફેક ન્યૂઝ  પર સતત સોશિયલ મીડિયાનું મોનિટરિંગ કરી રહ્યા છીએ. તેમજ કાર્યવાહીના ભાગરૂપે ફેક ન્યૂઝ ફેલાવનાર 400થી વધુ એકાઉન્ટ બંધ કરાયા છે. આવા જ એકાઉન્ટ ઓપરેશન સિંદૂરના સમયે પણ સક્રિય થયા હતા.

મોડી રાત્રે જંતર-મંતર ખાતે બેરિકેડિંગ વધારી

 

દિલ્હી પોલીસે ગત મોડી રાત્રે જંતર-મંતર ખાતે બેરિકેડિંગ વધારી દીધી છે. આ દરમ્યાન કેન્દ્રીય મંત્રીઓ સાથેની બેઠક બાદ CJP એ કહ્યું હતું કે, જો પ્રધાનનું રાજીનામું નહીં થાય તો 20 જુલાઈ જેવી કાર્યવાહી કરશે. આ દરમ્યાન આશુતોષ રાંકાએ જણાવ્યું કે, જો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો સરકાર સાથે વાતચીતનો કોઈ અર્થ નથી. ગતરોજ CJPએ દાવો કર્યો હતો કે, સરકારે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને 1-1 કરોડ રૂપિયા વળતર અને પ્રદર્શનકારીઓ પર નોંધાયેલા કેસ પાછા ખેંચવા પર સહમતિ આપી છે.

આ પણ વાંચો : 2 મહિનામાં તપાસ, 3 મહિનામાં નિર્ણય…જાણો કેટલો કડક છે પેપર લીકનો નવો કાયદો?

Back to top button