લવ જેહાદના કેસમાં દેવભૂમિ દ્વારકા પોલીસને મળી મોટી સફળતા, પરિણીતાને ભગાડી જનારો વિધર્મી ઝડપાયો

દેવભૂમિ દ્વારકા, તા. 6 ઓગસ્ટ, 2025: લાલપુર ભાણવડ પંથકની યુવતીને ભગાડી જનારા વિધર્મી શખ્સ અને યુવતીને શોધી કાઢવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ રાત દિવસ એક કરતા સફળતા મળી હતી. દ્વારકો પોલીસ ટીમના અથાગ પ્રયાસોની વિધર્મી યુવક અને હિન્દુ યુવતીને શોધી લાવી સલાત રીતે મના વારસદારોને સોંપવામાં આવ્યા હતા. આમ પંથકમાં વધુ એક યુવતીને વિધર્મીની યુંગાલમાંથી પોલીસે છોડાવી હતી.
લવ જેહાદમાં મુસ્લિમ યુવકો દ્વારા બિન-મુસ્લિમ (ખાસ કરીને હિંદુ) યુવતીઓને પ્રેમનો ઢોંગ કરીને ફસાવવામાં આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય યુવતીઓનું ધર્મપરિવર્તન કરાવવાનો અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાનો હોય છે. ‘લવ જેહાદ’ એક પ્રકારનું ષડયંત્ર છે જેમાં યુવતીઓને ભાવનાત્મક રીતે ફસાવીને તેમનું શોષણ કરવામાં આવે છે.
ભારતમાં ઘણા રાજ્યોએ ‘લવ જેહાદ’ના કિસ્સાઓને રોકવા માટે કાયદા બનાવ્યા છે, જેમાં ગુજરાતનો ‘ધ ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજિયન (એમેન્ડમેન્ટ) એક્ટ, ૨૦૨૧’ પણ સામેલ છે. આ કાયદા હેઠળ બળજબરીથી, છેતરપિંડીથી કે લગ્નના હેતુથી ધર્મપરિવર્તન કરાવવું ગુનો ગણાય છે. ટૂંકમાં, ‘લવ જેહાદ’ એ એક સામાજિક અને રાજકીય શબ્દ છે જેનો ઉપયોગ ધર્મપરિવર્તનના હેતુથી થતા આંતર-ધર્મીય લગ્નોના કથિત કિસ્સાઓ માટે થાય છે, અને તેના પર સમાજમાં ભારે મતભેદ પ્રવર્તે છે.
આ પણ વાંચોઃ બિહારમાં ડોનાલ્ડ ટ્રમ્પના નામે રહેણાંક પ્રમાણપત્રની અરજીથી સમસ્તીપુરમાં હડકંપ: અધિકારીઓ ચોંકી ગયા












