ટ્રેન્ડિંગનેશનલ

પત્નીના કહેવા પર આરોપીએ માતા, બહેન અને ભાઈની હત્યા કરી, દિલ્હી ટ્રિપલ મર્ડરની ઈનસાઈડ સ્ટોરી

દિલ્હીના લક્ષ્મી નગરમાં થયેલા ટ્રિપલ મર્ડર કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પરિવારે આરોપી યશવીરની પત્ની સોની પર હત્યામાં સંડોવણીનો આરોપ લગાવ્યો છે. આરોપીના પિતાનો દાવો છે કે આ હત્યામાં યશવીર એકલો જ સામેલ નહોતો. તેની પત્ની પણ સામેલ હતી. જણાવી દઈએ કે, આરોપી યશવીરે ગયા સોમવારે તેની માતા, બહેન અને ભાઈની હત્યા કરી હતી અને પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. ચાલો ટ્રિપલ મર્ડરની ઈનસાઈડ સ્ટોરી અને પરિવાર શું કહે છે તે જાણીએ.

પોલીસે મંગળવારે કહ્યું હતું કે 25 વર્ષીય યશવીર સિંહે પૂર્વ દિલ્હીના લક્ષ્મી નગરમાં તેના ઘરમાં જ તેની માતા, બહેન અને 14 વર્ષના ભાઈની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી, એક કેબ ડ્રાઈવર છે અને સાંજે 5 વાગ્યાની આસપાસ લક્ષ્મી નગર પોલીસ સ્ટેશનમાં તેણે આત્મસમર્પણ કર્યું હતુ.

પરિવારના સભ્યોએ કહ્યું કે કોઈ આર્થિક સંકટ નથી

આરોપીએ આર્થિક સંકટને કારણે પોતાના પરિવારના સભ્યોની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. દરમિયાન, આરોપીના મામા જસપાલ સિંહે જણાવ્યું કે કોઈ આર્થિક સંકટ ન હતુ. તેમણે કહ્યું કે પરિવારમાં પૈસાની કોઈ કમી નથી. આરોપીના પિતા ધરમવીરે જણાવ્યું કે યશવીર એકલો હત્યામાં સામેલ ન હોઈ શકે. તેની પત્ની સોનીનો પણ આ ઘટનામાં હાથ હતો. તેમણે કહ્યું કે લગ્ન સમયે પણ તેમણે 60 લાખ રૂપિયાની જમીન વેચી દીધી હતી.

યશવીરના પ્રેમ લગ્નથી પરિવાર નારાજ હતો

પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, યશવીરે 2019 માં એક અલગ સમુદાયની સોની નામની છોકરી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી, તેઓ 2020 માં દિલ્હીના લક્ષ્મી નગરમાં ભાડાના મકાનમાં રહેવા ગયા. યશવીરે પ્રેમ લગ્ન કર્યા હોવાથી, પિતા ધરમવીર ભાગ્યે જ ઘરે આવતા હતા. દિલ્હી ગયા પછી, આરોપી બાઉન્સર તરીકે કામ કરવા લાગ્યો અને સાથે સાથે ડ્રાઇવર તરીકે પણ કામ કરતો હતો. ઘટનાના એક દિવસ પહેલા, ધરમવીરે તેની પત્ની કવિતા, પુત્રી મેઘના અને પુત્ર મુકુલ સાથે ફોન પર વાત કરી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, યશવીરે તેની પત્નીના ચક્કરમાં આખા પરિવારની હત્યા કરી નાખી.

આરોપીએ પહેલા તેની માતા, બહેન અને નાના ભાઈને ધતુરો ભેળવીને લાડુ ખવડાવ્યા, અને પછી તેમને સલ્ફાસની ગોળીઓ ખવડાવી. ત્યારબાદ તેણે ત્રણેયની મફલરથી ગળું દબાવીને હત્યા કરી. પોલીસે આરોપી પાસેથી સલ્ફાસના બે પેકેટ પણ જપ્ત કર્યા છે. પોલીસ આ કેસની તમામ દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે.

તપાસ દરમિયાન, પોલીસને આરોપીના ઘરેથી બે લાડુ પણ મળી આવ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, લાડુ ખાધા પછી ભાઈ અને બહેન બેહોશ થઈ ગયા હતા, પરંતુ તેની માતા બેહોશ થઈ ન હતી. તેથી, તેણે તેણીને સલ્ફાસની ગોળીઓ આપી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે આરોપી વારંવાર મોંઘા રેસ્ટોરાં અને ક્લબમાં જતો હતો.

આ પણ વાંચો: હુબલીમાં પોલીસની બર્બરતા, ભાજપ મહિલા કાર્યકરને નિર્વસ્ત્ર કરી હુમલો કર્યો, ભાજપ સમર્થકોમાં ભારે રોષ

Back to top button