ટ્રેન્ડિંગનેશનલ

કેનેડામાં કપિલ શર્માના કાફેમાં થયેલા ગોળીબારની ઘટનામાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા

કેનેડામાં કપિલ શર્માના કાફેમાં થયેલા ગોળીબારની તપાસમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોન ગેંગના એક મુખ્ય સભ્યની ધરપકડ કરી છે, જેના પર અનેક ગુનાહિત આરોપો છે. આ ગુનેગારનું નામ બંધુ માન સિંહ છે. તેની પાસેથી એક ચાઈનીઝ પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો છે. બંધુ માન સિંહ સેખોન ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સાથે સંકળાયેલો છે. ગોળીબારની ઘટના પછી તે ભારત આવી ગયો હતો.

ધરપકડ બાદ, ગેંગસ્ટરની પૂછપરછ કરવામાં આવી રહી છે, અને આંતરરાષ્ટ્રીય ગેંગ સાથેના તેના કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે.

જુલાઈ-ઓગસ્ટમાં ગોળીબાર થયો હતો

કપિલ શર્માનું કેપ્સ કાફે કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં આવેલું છે. જુલાઈ અને ઓગસ્ટમાં આ કાફે પર ગોળીબાર થયો હતો. ત્યારે લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલા ગોલ્ડી ધિલ્લોનની એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં કપિલના કાફેમાં ગોળીબારની જવાબદારી લેવામાં આવી હતી.

ગોળીબાર બાદ જવાબદારી સ્વીકારી હતી

કાફેમાં ગોળીબાર બાદ, લોરેન્સ ગેંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે, “વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ, હું, કુલવીર સિદ્ધુ અને ગોલ્ડી ઢિલ્લોન આજે (કેપ્સ કાફે, સરે) થયેલી ત્રણ ગોળીબારીની ઘટનાની જવાબદારી લઈએ છીએ. અમારી આમ જનતા સાથે કોઈ દુશ્મની નથી.”

ગોળીઓ ગમે ત્યાંથી આવી શકે છે

તેમણે વધુમાં કહ્યું કે, જેમની સાથે અમારો ઝઘડો છે, તેઓ અમારાથી દૂર રહે. જે લોકો ગેરકાયદેસર કામ કરે છે, લોકો પાસે કામ કરાવીને પૈસા નથી ચૂકવતા, તેઓ પણ તૈયાર રહે. જે પણ બોલીવુડમાં ધર્મ વિરુદ્ધ બોલે છે તેઓ પણ તૈયાર રહે; ગોળીઓ ગમે ત્યાંથી આવી શકે છે. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ.

તાજેતરમાં, કપિલ શર્માએ કાફે ગોળીબારની ઘટના પર પોતાનું મૌન તોડ્યું. તેમણે કહ્યું કે જેટલી વાર ગોળીબાર થયો છે, તેટલી જ વાર મોટી ઓપનિંગ થઈ છે. તેમણે ઉમેર્યું કે આ ઘટના પછી, કેનેડિયન સંસદમાં પણ તેની ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે, મને મુંબઈ કે ભારતમાં ક્યારેય કોઈ પ્રકારનો ડર લાગ્યો નથી. ત્યાં (કેનેડા) લોકો પાસે મુંબઈ જેવી પોલીસ ફોર્સ નથી.

આ પણ વાંચો: આધાર કાર્ડને બર્થ સર્ટિફિકેટ તરીકે ગણવામાં આવશે નહીં, યુપી આયોજન વિભાગે નોટિસ જારી કરી

Back to top button