ટ્રેન્ડિંગનેશનલહેલ્થ

દિલ્હી Corona Capital: ફરીથી હાહાકાર મચાવ્યો, એક દિવસમાં ત્રણનાં મૃત્યુ

  • રાજધાનીમાં અત્યાર સુધીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા

દિલ્હી, 15 જૂન 2025:Corona Capital દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં ફરીથી હાહાકાર મચાવ્યો છે. નવા વાયરસમાં  એક દિવસમાં પ્રથમ વખત દિલ્હીમાં ત્રણનાં મૃત્યુ થયાં છે. તો, રાજધાનીમાં અત્યાર સુધીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે.

બે મહિલા અને એક પુરુષ કોરોનાનો ભોગ બન્યા

દિલ્હીમાં મૃત્યુ પામેલા ત્રણ લોકોમાં હવે બે મહિલાઓ અને એક પુરુષ સામેલ છે. 57 વર્ષની મહિલાને ડાયાબિટીઝ, ફેફસાની બિમારી હતી.  57 વર્ષીય પુરુષને પણ ડાયાબિટીઝ, ફેફસાની સમસ્યાઓ હતી. તે જ સમયે, 83 વર્ષની વયની સ્ત્રીને હાઈ બ્લડ પ્રેશર, ફેફસાની બિમારી હતી અને કોરોના લાગુ પડતાં જીવ ખોવાનો વારો આવ્યો છે.

દેશમાં કોરોનાના કુલ કેસોમાં દિલ્હી બીજા ક્રમે

કોરોનાના સક્રિય દર્દીઓમાં ત્રણ દિવસથી ઘટાડો થયો છે. શનિવારે સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 672 થઈ ગઈ. કોઈ નવો કેસ પણ નોંધાયો ન હતો. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગના કોવિડ ડેશબોર્ડ અનુસાર, 212 દર્દીઓએ 24 કલાકમાં કોરોના સામે જંગ જીત્યો છે. અત્યાર સુધી 11 દર્દીઓના જીવ ગયા છે.  દેશમાં કોરોનાના કુલ કેસોમાં દિલ્હી બીજા ક્રમે છે.

નવો વાયરસ કેટલો જોખમી ?

કોવિડના નવા પ્રકારો સામાન્ય રીતે ઝડપથી ફેલાય છે, પરંતુ અગાઉની જેમ જીવલેણ નથી. વૃદ્ધ, સગર્ભા સ્ત્રીઓ, નાના બાળકો અને બિમાર વ્યક્તિઓને સૌથી વધુ જોખમ છે. હળવા લક્ષણોથી પ્રારંભ કરીને, આ બાબત ગંભીર શ્વાસની સમસ્યા સુધી જઈ શકે છે.

મોટાભાગના લોકો ઘરે રહીને સાજા થાય છે

આરોગ્ય નિષ્ણાતો કહે છે, ચેપના વધતા કેસો વિશે ગભરાવાની અથવા ચિંતા કરવાની જરૂર નથી. જો કે, શરદીથી શ્વાસ લેવામાં મુશ્કેલીથી પીડાતા દર્દીઓએ તુરંત ડોક્ટરને મળવું જોઈએ. મોટાભાગના લોકો ઘરે રહીને સાજા થઈ રહ્યા છે, તેથી ચેપ લાગવાની સ્થિતિમાં પણ અસ્વસ્થ થવાની અથવા હોસ્પિટલમાં દોડવાની જરૂર નથી.

આ પણ વાંચો:અમેરિકા પર હુમલો કરવાની ભૂલ કરતા નહીં, એવો જવાબ આપીશ કે પસ્તાશો: ટ્રમ્પે ઈરાનને ધમકી આપી

આ પણ વાંચો:આઇપીએલમાં નકારી કાઢ્યો એણે કર્યા 12 સિક્સ સાથે 198 રન!

Back to top button