ટ્રેન્ડિંગનેશનલ

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર: જુલાઈ 2026ના થશે ડીએમાં 3% વધારો!

7th Pay Commission DA Hike:  કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 8મું પગાર પંચ લાગુ થાય તે પહેલાં 7મા પગાર પંચ હેઠળ જુલાઈ 2026ના DA વધારાની જાહેરાત થઈ શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઔદ્યોગિક કામદારો માટેના ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI-IW)ના નવા આંકડા અનુસાર, આ વખતે ડીએમાં 3 ટકાનો વધારો નક્કી માનવામાં આવી રહ્યો છે. આ વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું હાલના 60 ટકાથી વધીને 63 ટકા થઈ જશે.

કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યા બાદ આ વધારો 1 જુલાઈ 2026થી લાગુ ગણવામાં આવશે. જોકે, હજુ સુધી સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

શા માટે 3 ટકા વધી શકે છે મોંઘવારી ભથ્થું?

સરકાર દર વર્ષે બે વાર (જાન્યુઆરી અને જુલાઈમાં) AICPI-IWના 12 મહિનાના સરેરાશ આંકડાના આધારે DAમાં ફેરફાર કરે છે. લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા જૂન 2026ના આંકડા સાથે જ જુલાઈ 2026 માટે જરૂરી 12 મહિનાનું ચક્ર પૂર્ણ થઈ ગયું છે.

આ પણ વાંચોઃ SBI ખાતાધારકો સાવધાન! 1 ઓક્ટોબરથી ATM ટ્રાન્ઝેક્શનના નિયમોમાં મોટો ફેરફાર

જૂન 2026નો CPI-IW ઈન્ડેક્સ મે મહિનાના 150.8 પોઈન્ટથી 1.1 પોઈન્ટ વધીને 151.9 પોઈન્ટ પર પહોંચી ગયો છે. જુલાઈ 2025થી જૂન 2026 સુધીના આંકડાની સરેરાશ 148.65 પોઈન્ટ નીકળે છે. આ જોતાં 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું વધીને 63 ટકા થઈ શકે છે, એટલે કે DAમાં 3 ટકાનો ઉછાળો આવી શકે છે.

પગારમાં કેટલો વધારો થશે?

જો સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવે તો કર્મચારીઓના પગારમાં નીચે મુજબ વધારો થશે:

  • ₹18,000 બેઝિક સેલરી: દર મહિને ₹540નો વધારો.

  • ₹30,000 બેઝિક સેલરી: દર મહિને ₹900નો વધારો.

  • ₹50,000 બેઝિક સેલરી: દર મહિને ₹1,500નો વધારો.

આ પણ વાંચોઃ 10 વર્ષની રાહનો અંત, ભારતમાં લોન્ચ થયું Apple Pay, પણ હાલ છે એક મોટો પેંચ

Back to top button