કઢંગી હાલતમાં પકડાયા પ્રેમી પંખીડા, પછી થયું એવું કે….

લખનઉ, તા. 14 મે, 2025: ઉત્તર પ્રદેશના કાશગંજ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પ્રેમ પ્રકરણમાં એક યુવકના પ્રાઈવેટ પાર્ટ પર ગોળી મારવામાં આવી હતી. પ્રેમી પંખીડા કઢંગી હાલતમાં પકડાયા બાદ યુવતીના પરિવારજનોએ આ કૃત્ય કર્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ત્રણ શંકાસ્પદ લોકોની પૂછપરછ માટે અટકાયત કરી હતી.
શું છે મામલો
નરદોલી ગામનો રહેવાસી અંકુર સોમવારે રાત્રે આશરે નવ વાગ્યે પશુઓની દેખભાળ માટે ખેતરમાં બનાવેલા વાડા પર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. સવારે જ્યારે તેના મોટા ભાઈ કુલદીપ અને રાજીવ ખેતરેથી પાછા ફર્યા, ત્યારે અંકુર વાડા પર મળ્યો ન હતો. ઘરે પણ ન મળતા ચિંતિત ભાઈઓએ તેની શોધખોળ શરૂ કરી હતી. તે સમયે તેમને ગામથી લગભગ અડધો કિલોમીટર દૂર એક યુવકનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી.
આશંકાના કારણે પરિવારજનો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા અને પોતાના ભાઈનો મૃતદેહ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. મૃતદેહની માહિતી મળતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા અને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ફોરેન્સિક ટીમને બોલાવીને પુરાવા એકત્રિત કર્યા હતા.
આ રીતે થઈ ઓળખ
મૃતક અંકુરનો સામાન રસ્તામાં અલગ-અલગ સ્થળોએ વેરવિખેર પડ્યો હતો. સૌથી પહેલા સાયકલ મળી, ત્યારબાદ ખેસ અને થોડે દૂર ઘડિયાળ મળી આવી હતી. સામાન જોઈને પરિવારજનો આગળ વધતા ગયા અને મૃતદેહ સુધી પહોંચ્ય હતા. અંકુરનો પ્રાઈવેટ પાર્ટ પણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત હતું. હત્યારાઓએ તેના પ્રાઈવેટ પાર્ટ પર ગોળી મારી હતી. આ ઉપરાંત, તેનો ચહેરો પણ ગોળી મારીને વિકૃત કરી દીધો હતો.
અંકુર સામાન્ય રીતે ખેતરની દેખભાળ માટે જતો હતો અને તેના પિતા રામ સેવક રાત્રે વાડા પર રોકાતા હતા. જો કે, ઘટનાની રાત્રે રામ સેવક તેમના મોટા પુત્ર કિશનવીર સાથે લગ્નમાં હાજરી આપવા ગયા હતા, જેના કારણે અંકુર એકલો વાડા પર જવા માટે ઘરેથી નીકળ્યો હતો. મૃતકના ભાઈ રાજીવે જણાવ્યું કે અંકુરને પાડોશી ગામની એક યુવતી સાથે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. લગભગ એક વર્ષ પહેલા યુવતીના પરિવારે બંનેને કઢંગી સ્થિતિમાં જોઈ લીધા હતા, ત્યારબાદ બંને પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે યુવતીના પરિવારે ગામ પાસે અંકુરને જોતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે જણાવ્યું કે યુવકની હત્યા ગોળી મારીને કરવામાં આવી છે. શરીર પર ઘણી ગોળીઓના નિશાન મળ્યા છે. ત્રણ શંકાસ્પદ લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં તાકાત હોય તો રહીમ યાર ખાન એરબેઝ પર ઉતારે વિમાન, જાણો કોણે આપી આ ચેલેન્જ?












