આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પાકિસ્તાનમાં તાકાત હોય તો રહીમ યાર ખાન એરબેઝ પર ઉતારે વિમાન, જાણો કોણે આપી આ ચેલેન્જ?

નવી દિલ્હી, તા. 13 મે, 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આદમપુર એરબેઝની મુલાકાત લીધી હતી. પીએમ મોદી એરબેઝ પર પહોંચ્યા ત્યારે સૈનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે સૈનિકો સાથે ફોટા પડાવ્યા અને સંબોધન પણ કર્યું હતું.

વડાપ્રધાન મોદીના આ પ્રવાસ પછી એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને પાકિસ્તાનના વડાપ્રઝાન અને સેના પ્રમુખ પર કટાક્ષ કર્યો હતો. તેમણે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું – શું એસ. શરીફ અને એ. મુનીર પોતાના ભાડે લીધેલા ચીની વિમાનને રહીમ યાર ખાન એરબેઝ પર ઉતારી શકશે.

વડાપ્રધાન મોદી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી ચાલેલા ભીષણ સંઘર્ષ પછી થઈ હતી. પહેલગામ હુમલાનો બદલો ભારતે ‘ઓપરેશન સિંદૂર’થી લીધો હતો. ઓપરેશન દ્વારા પાડોશી દેશમાં આતંકવાદી ઠેકાણાઓને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચે જોરદાર સૈન્ય સંઘર્ષ થયો હતો. ભારત અને પાકિસ્તાને 10 મેના રોજ સૈન્ય કાર્યવાહી રોકવા માટે સહમતી દર્શાવી હતી.

આતંકીઓને ઘરમાં ઘૂસીને મારીશુંઃ પીએમ મોદી

આજે આદમપુર એરબેઝ પર સંબોધન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર પોતાના વલણને ફરીથી સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું, ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળે પાકિસ્તાની સેનાને હરાવી દીધી છે જેના પર આ આતંકવાદીઓ ભરોસો રાખતા હતા. પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં આતંકવાદીઓ બેસીને શાંતિનો શ્વાસ લઈ શકે.

આ ઉપરાંત આદમપુર એર બેઝ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ઓપરેશન સિંદૂર એ કોઈ સામાન્ય લશ્કરી કાર્યવાહી નથી. તે ભારતની નીતિ, ઇરાદા અને નિર્ણાયકતાનો સંગમ છે. ભારત બુદ્ધ અને ગુરુ ગોવિંદ સિંહજીની ભૂમિ છે. જ્યારે આપણી બહેનો અને દીકરીઓના સિંદૂર લૂછી નાખવામાં આવ્યા, ત્યારે આપણે આતંકવાદીઓના ઘરોમાં ઘૂસીને તેમને કચડી નાખ્યા. આતંકવાદી ખતરાને દૂર કરવા માટે, અમે તેમના ઘરોમાં ઘૂસીને તેમને મારી નાખીશું અને તેમને ભાગવાનો મોકો પણ આપીશું નહીં.

આ પણ વાંચોઃ ‘PoK ખાલી કરે પાકિસ્તાન, ત્રીજો પક્ષ દખલ ન દે’, કાશ્મીર મુદ્દે ભારતનું કડક વલણ

Back to top button