
Gandhinagar Corruption : રાજ્યમાં અવારનવાર ભ્રષ્ટાચારના કેસ સામે આવે છે ત્યારે ફરી એક વાર ઉચ્ચ અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. જેમાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષક કચેરીના ક્લાસ -1ના અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. જેમાં વિદ્યુત નિરીક્ષક કચેરીમાં ફરજ બજાવતા ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરીએ 5 લાખની લાંચ લીધી હોવાનું સામે આવ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સમગ્ર ઘટના અનુસાર, એક અરજદારે સોલાર પેનલ નાખવા માટે સરકારી મંજૂરી લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ કામગીરી દરમ્યાન અધિકારી ચૌધરીએ લાંચની માંગ કરી હતી. ત્યારે આ દરમ્યાન જાગૃત નાગરિકે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)નો સંપર્ક કરી ભ્રષ્ટાચાર વિરોધી ફરીયાદ કરી હતી. આ ભ્રષ્ટાચાર અંગે કામગીરીના ભાગ રૂપે ACBએ છટકું ગોઠવ્યું હતું. આ દરમ્યાન અધિકારીની કારમાંથી લાંચની રકમ મળી આવતા સ્થળ પર જ તેને દબોચી લીધા હતા.
અધિકારીની અટકાયત કરી તપાસ શરૂ કરાઈ
ACB ને આ અધિકારીની કારમાંથી રૂપિયા 5 લાખ રોકડ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ACBએ એ.બી.ચૌધરીની અટકાયત કરી છે. આ સાથે જ તેમની કાર અને અન્ય સ્થળો પર તપાસ હાથ ધરાઈ છે. આ લાંચમાં અન્ય કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે કેમ તથા આ અગાઉ તેમને કેટલી રકમ લાંચ તરીકે લીધી છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં IPL ફાઈનલની ધૂમ: અમદાવાદીઓએ સેલિબ્રિટી સાથે ખૂબ મજા માણી












