ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં લાંચિયા અધિકારીઓમાં બેફામ, રૂ.9 કરોડની લાંચ લેવાઇ

  • ગુજરાતને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા મુહિમ ચલાવાઇ છે
  • સરકારી કચેરીમાં રૂપિયા લીધા વગર પ્રજાના કામો થતા જ નથી
  • કેન્દ્રના ૧,૨૨૪ સહિત કુલ ૩,૫૧૭ કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ પકડાયા

ગુજરાતને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા મુહિમ ચલાવાઇ છે. સરકારી કચેરીમાં રૂપિયા લીધા વગર પ્રજાના કામો થતા જ નથી. લોકોએ મજબૂરીવશ અને નાછૂટકે પૈસા આપી લાંચિયા અધિકારીઓ પાસે કામો કઢાવવા પડે છે. જાણીને નવાઇ લાગશે કે છેલ્લા આઠ વર્ષમાં ઉચ્ચ અધિકારીઓ માંડીને વર્ગ-૪ના કર્મચારીઓ અને વચેટિયા મળી કુલ ૯ કરોડની માતબરની રકમની લાંચ લીધી હોવાનું એન્ટીકપ્શન બ્યુરોની સત્તાવાર વિગતોમાં ખુલ્યું છે.

કેન્દ્રના ૧,૨૨૪ સહિત કુલ ૩,૫૧૭ કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ પકડાયા

ગુજરાતમાં ભ્રષ્ટાચાર એટલી હદે વધી રહ્યો છે કે રૂપિયા આપ્યા વગર કામ થતા નથી. એસીબીએ છટકું ગોઠવીને કેન્દ્રના કુલ ૧,૨૨૪ તથા ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓ તથા વર્ગ-૪ સહિતના કુલ૩,૫૧૭ સરકારી કર્મચારીઓને લાંચ લેતા રંગેહાથ પકડી પાડયા હતા. જેમાં ખાસ કરીને ૧૦૧૮થી તા.૩૧-૧૦-૨૦૨૫ સુધીમાં ગૃહ વિભાગ કુલ સૌથી વધુ ઉચ્ચ અધિકારી તથા પોલીસ કોન્સ્ટેબલ સહિત ૬૮૨ કર્મચારીઓનો સમાવેશ થાય છે. જ્યારે પંચાયત વિભાગના ૪૦૫ અને મહેસૂલના ૩૦૨ તથા આરોગ્યના ૩૭ તેમજ શિક્ષણ વિભાગના ૬૭ કર્મચારીઓનો સમાવેશ થાય છે. ઉર્જા વિભાગના ૪૭, ઉદ્યોગના ૪૪ કૃષિના ૪૦૦, શહેરી વિકાસના ૨૧૩ તથા નર્મદાના ૪૯ અને નાણાં વિભાગના ૪૭ તેમજ કેન્દ્રના ૧,૨૨૪ સહિત કુલ ૩,૫૧૭ કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ પકડાયા છે.

એસીબી દ્વારા છટકું ગોઠવીને કાર્યવાહી કરવામાં આવે છે

પ્રજાજનોમાંથી ફરિયાદ મળે એટલે એસીબી દ્વારા છટકું ગોઠવીને કાર્યવાહી કરવામાં આવે છે. જેટલા પકડાયાં છે તેવા સરકારી લાંચિયા બાબુઓની સંખ્યા હજારોમાં થવા જાય છે. લોકોમાં એવી ચર્ચા છે કે, પગારથી સંતોષ ન હોય તેમ બેફિકર બની લાંચ લેતાં ૩૫૧૭ લાંચિયા પકડાયાં છે. તો, લાંચ લેતાં નહીં પકડાયેલાંઓની સંખ્યા કેટલી મોટી હશે.

આ પણ વાંચો: ગુજરાત: ચોટીલા હાઈવે પર આઈશર, એસટી બસ અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત

Back to top button