ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું: અમદાવાદામાં 17 અને રાજકોટમાં 4 નવા કેસ નોંધાયા
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. કોરોનોના નવા વેરિઅન્ટના કેસ ઝડપથી ફેલાઈ રહ્યાં છે, જો કે આ વેરિઅન્ટ ચિંતાજનક નથી. પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, રાજકોટ અને વલસાડમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. અમદાવાદ છેલ્લા 24 કલાકમાં 17 કેસ કોરોનાના નોંધાયા છે. અત્યાર સુધી માં 76 એક્ટિવ કેસ છે. બે દર્દીઓ સારવાર હેઠળ છે. ચાલુ માસમાં 89 કોરોનાના કેસ નોંધાયા છે. 13 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા છે. રાજકોટ શહેરના શિવપાર્ક, ગોવિંદ નગર , શિવાજી પાર્ક અને સિલ્વર સાઈન વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા છે. હાલ ચારેય દર્દીઓને હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
ટ્રાવેલ્સ હિસ્ટ્રી અંગે હજુ સુધી કોઈ વિગત સામે નથી આવી. કોરોનાના કેસને લઈને સિવિલ હોસ્પિતલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયા છે. 20 ઓક્સિજન બેડની પણ સાથે વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: એલન મસ્કનું સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપના લોન્ચિંગ બાદ ગણતરીની મિનિટોમાં ક્રેશ થયું












