ભારતમાં કોરોનાના કેસનો આંકડો 5000ને પાર પહોંચ્યો, છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના મૃત્યુ

નવી દિલ્હી: ભારતમાં ફરી એક વાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. શુક્રવારે આખા ભારતમાં કોરોનાના કેસનો આંકડો 5000ને પાર પહોંચી ગયો છે. રાજ્ય સરકારો સાથે કોરોનાને લઈને વાતચીત ચાલી રહી છે. કેન્દ્રએ સુવિધા-સ્તરની તૈયારીઓનું આકલન કરવા માટે મોક ડ્રીલનું પણ આયોજન કર્યું છે.
કોરોનાના કુલ એક્ટિવ કેસ 5364
ભારતમાં હાલમાં કોરોનાના 5364 એક્ટિવ કેસ છે. શુક્રવાર સુધી છેલ્લા 24 કલાકની અંદર ચાર નવા મૃત્યુ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, કોરોનાને લઈને કેરળ સૌથી વધારે પ્રભાવિત રાજ્ય બનેલું છે. ત્યાર બાદ ગુજરાત, પશ્ચિમ બંગાલ અને દિલ્હીનું સ્થાન છે.
કેરળમાં આવ્યા નવા 192 કેસ
છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોનાના નવા 192 કેસ આવ્યા છે. જ્યારે ગુજરાતમાં 107 નવા કેસ નોંધાયા છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 58 અને દિલ્હીમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. આખા દેશમાં કોરોના સંક્રમણના 498 નવા કેસ છેલ્લા 24 કલાકમાં આવ્યા છે.
આ પણ વાંચો: બોલીવુડના પ્રખ્યાત ડાયરેક્ટર મનીષ ગુપ્તાએ ડ્રાઈવર પર છરીથી હુમલો કર્યો, પોલીસમાં નોંધાઈ FIR












