ટોપ ન્યૂઝનેશનલ

કોકરોચ જનતા પાર્ટી 20 જૂને જંતર-મંતર પર કરશે વિરોધ પ્રદર્શન, પોલીસ પાસે માગી પરવાનગી

National News : કોકરોચ જનતા પાર્ટી (CJP)એ બુધવારે કહ્યું કે, તેઓએ 20 જૂનના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન માટે દિલ્હી પોલીસ પાસેથી પરવાનગી માગી છે અને તેમનો વિશ્વાસ છે કે આ માગ પર મંજૂરી મળશે. પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું કે, તેઓએ પોલીસની તમામ ઔપચારિકતાઓ પૂરી કરી લીધી છે. અને પ્રસ્તાવિક વિરોધ પ્રદર્શનની જાણકારી સોંપી દીધી છે, જેમાં વૉલંટિયર્સની લાઈન અને લોજિસ્ટિક્સ સાથે સંકળાયેલી બીજી વ્યવસ્થાઓ પણ સામેલ છે.

આ પહેલા CJPના સંસ્થાપક અભિજીત દિપકેએ જાહેરાત કરી હતી કે, તેઓ 20 જૂનથી જ્યાં સુધી કેન્દ્રીય શિક્ષણમંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી જંતર-મંતર ખાતે અનિશ્વિતકાળ સુધી ધરણી કરશે.

પોટેસ્ટની માંગ પર પોલીસે કહ્યું…

 

CJP ના પ્રવક્તા સૌરવ દાસે નિવેદનમાં કહ્યું કે, અમે દિલ્હી પોલીસને ઓપચારિક રૂપે 20 જૂનના જંતર-મંતર પર શાંતિપુર્ણ પ્રદર્શન અને ધરણા અંગે જાણકારી આપી દીધી છે. દિલ્હી પોલીસે કહ્યું કે, તેઓ કાલે સવારે અમને જવાબ આપશે. અમને વિશ્વાસ છે કે, પોલીસ પરવાનગી આપશે.

પોલીસ અધિકારીઓને મળ્યા બાદ એક વીડિયો નિવેદનમાં સૌરવ દાસે કહ્યું કે, તેઓએ પ્રસ્તાવિક વિરોધ પ્રદર્શન સાથે જરૂરી પ્રતિક્રિયાઓને પૂરી કરવામાં પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં પોતાનો દિવસ પસાર કર્યો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

તેઓએ કહ્યું કે, મેં પૂરી યોજના, જરૂરી વોલંટિયર્સનના નંબર અને પોલીસની જરૂરતના પ્રમાણની બાકીની તમામ ઔપચારિકતાઓ પૂરી કરી લીધી છે. અમને આશા છે કે, દિલ્હી પોલીસ અમને સહયોગ કરશે. CJPએ પોલીસને પૂરો સહયોગ આપવાનો વિશ્વાસ અપાવ્યો અને કહ્યું કે, વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ હશે. તેઓએ કહ્યું કે, સમગ્ર દેશમાં અમારા દર બીજા વિરોધ પ્રદર્શનની તરફ એક વિરોધ પ્રદર્શન પણ શાંતિપૂર્ણ હશે. દેશભરમાંથી લોકો જંતર-મંતર ખાતે એમારી સાથે માગ માટે એકત્ર થશે-‘ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું’

સંગઠને પ્રદર્શન પહેલા સમર્થકો માટે ચલો દિલ્હી આહ્વાન જાહેર કર્યું

 

દાસે કહ્યું કે, અમે તેમનો પૂરો સહયોગ આપવાની રજૂઆત કરી છે, એટલા માટે એવું કોઈ કારણ નથી કે, દિલ્હી પોલીસ અમને જંતર-મંતર પર શાંતિપૂર્ણ રીતે એકત્ર થવાના અધિકારથી વંચિત કરે. સંગઠને પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન પહેલા સમર્થકો માટે ચલો દિલ્હી આહ્વાન પણ જાહેર કર્યું. કોકરોચ જનતા પાર્ટી એક યુવા નેતૃત્વ વાળું સંગઠન જે એક ઓનલાઈન અભિયાનથી બહાર આવ્યું છે. આ બેરોજગારી, પરીક્ષા અનિયમિતતાઓ અને ભરતીમાં સમય લાગવા સંબંધિત મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે.

સીજેપીએ અભિયાન દ્વારા ફેન ફોલોવિંગ બનાવી

 

સીજેપીએ સોશિયલ મીડિયા અભિયાનો દ્વારા પોતાના ફેન ફોલોવિંગ બનાવી અને ત્યારથી દેશના કેટલાક ભાગમાં વિરોધ પ્રદર્શન અને આઉટરિચ કાર્યક્રમ આયોજીત કર્યા છે. સીજેપીએ પોતાના અભિયાનને એજ્યુકેશન અને એક્ઝામ સિસ્ટમમાં કથિત કેમિયો અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્ટ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Road Accident: ટેમ્પો ટ્રાવેલર ખાઈમાં ખાબકતાં 2ના મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત

Back to top button