ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજ્યના પાંચ જિલ્લાઓની વરસાદી સ્થિતીનું આકલન કરતા CM

ગઇકાલે વરસાદ પ્રભાવિત નર્મદા, નવસારી અને છોટાઉદેપુર જિલ્લાની જાત મુલાકાત લીધા બાદ આજે મુખ્યમંત્રીએ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડ પાંચ જિલ્લાઓની વરસાદી સ્થિતીનું આકલન સી.એમ. ડેશબોર્ડ દ્વારા કર્યુ હતું.

સ્થળાંતર તથા આશ્રયસ્થાનોમાં અપાતી સુવિધાઓ અંગે જાણકારી મેળવી

મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના અને કાચા મકાનો-ઝૂંપડાઓમાં રહેતા લોકોના સલામત સ્થળે સ્થળાંતર તથા તેમને આશ્રયસ્થાનોમાં અપાતી સુવિધાઓ અંગે પણ જાણકારી મેળવી હતી વધુમાં જે માર્ગ પર કે કોઝ વે પર વધુ પાણી વહેતું હોય, તળાવ છલકાયા હોય, નાના ડેમ છલકાયા હોય અને પાણી માર્ગો પર વહેતું હોય તો કોઇ વ્યક્તિ કે વાહનો ત્યાં જાય નહીં તે માટે આવા માર્ગો  અવર જવર માટે બંધ કરવા જરૂર જણાયે પોલીસ તંત્રની મદદ લેવા પણ સુચના આપી હતી.

જાન માલને ઓછામા ઓછું નુકસાન થાય અને જાનહાનિ ન થાય તેવી સતર્કતા રાખવા સુચના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પાંચ જિલ્લાના જિલ્લા વહિવટી તંત્રોને બચાવ-રાહત કામગીરી, વીજ પુરવઠો, પાણી પુરવઠો, આરોય સેવાઓની કામગીરી તેમજ NDRF, SDRF ની ટુકડીઓનું જરૂરી સંકલન સાધવા પણ માર્ગદર્શન આપ્યું હતું વરસાદને કારણે જાન માલને ઓછામા ઓછું નુકસાન થાય અને જાનહાનિ ના થાય  તેવી સતર્કતા સાથે સલામતિના જરૂરી પગલા લેવા પણ તેમણે સુચનાઓ આપી હતી.
કલેકટરોને કોઈ વધુ અને તાકીદની મદદ માટે સરકાર સાથે સતત સંકલન રાખવા આદેશ
મુખ્યમંત્રીએ ખાસ કરીને નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદી પાણી ઓસરે કે તુરત જ માર્ગોની આડશો દુર કરી ખુલ્લા કરવા ઉપરાંત સાફ સફાઈ માટે પણ સૂચના આપી હતી, મુખ્યમંત્રીએ આ જિલ્લાના કલેકટરઓને કોઈ પણ વધુ અને તાકીદની મદદ માટે રાજ્ય સરકાર સાથે સતત સંકલન રાખવા પણ જણાવ્યું હતું મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  પંકજ જોષી, રાહત કમિશ્નર પી. સ્વરૂપ પણ આ વેળાએ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.
Back to top button