ચેન્નાઈ: થર્મલ પાવર પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, નવ કામદારોના મોત

ચેન્નાઈ, 30 સપ્ટેમ્બર 2025 : ચેન્નાઈના એન્નોર વિસ્તારમાં આવેલા થર્મલ પાવર પ્લાન્ટમાં થયેલા અકસ્માતમાં નવ બાંધકામ કામદારોના મોત થયા છે અને બે ઘાયલ થયા છે. બધા કામદારો ઉત્તર ભારતના છે. ઘાયલોને સ્ટેનલી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક 30 ફૂટની ઊંચાઈથી એક કમાન તેમના પર પડી, જેના કારણે ગભરાટ ફેલાયો અને નવ કામદારો કચડાઈને મૃત્યુ પામ્યા. આ બધા સ્થળાંતર કામદારો હોવાનું કહેવાય છે જે ઉત્તર ભારતના રહેવાસી છે. કાટમાળ નીચે દટાયેલા કામદારોને ખૂબ જ મુશ્કેલીથી બચાવવામાં આવ્યા હતા.
ઘાયલ થયેલા કામદારોમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. દસથી વધુ કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી છે. બધા ઘાયલ કામદારોને ઉત્તર ચેન્નાઈની સ્ટેનલી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
તમિલનાડુ વીજળી બોર્ડના સચિવ અને તમિલનાડુ ઉત્પાદન અને વિતરણ નિગમ (TANGEDCO) ના અધ્યક્ષ ડૉ. જે. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે, આજે એન્નોર થર્મલ પાવર બાંધકામ સ્થળ પર સ્ટીલની કમાન તૂટી પડતાં નવ કામદારોના મોત થયા હતા. “એન્નોર થર્મલ પાવર બાંધકામ સ્થળ પર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી જ્યાં સ્ટીલની કમાન તૂટી પડી હતી અને નવ લોકો માર્યા ગયા હતા. આ લોકો આસામ અને નજીકના વિસ્તારોના હતા. એક વ્યક્તિ ઘાયલ થયો હતો. BHEL ના અધિકારીઓ સ્થળ પર હાજર છે.”
આ પણ વાંચો:બાલિકા વધુની ‘આનંદી’ લગ્નગ્રંથિથી જોડાઈ, જુઓ વાયરલ તસવીરો












