ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મ

Chaitra Navratri 2026: નવરાત્રીનો શુભારંભ, જાણો ઘટસ્થાપનનું મુહૂર્ત અને પૂજા વિશે બધું જ

  • ચૈત્ર નવરાત્રિનો આરંભ ઘરમાં કળશ સ્થાપના કર્યા બાદ કરવામાં આવે છે. કળશ સ્થાપનાને ઘટસ્થાપના પણ કહેવામાં આવે છે

Chaitra Navratri: વર્ષમાં કુલ 4 વખત નવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે. જેમાં ચૈત્ર નવરાત્રિનું સૌથી વધુ મહત્ત્વ છે. આ દિવસો દરમિયાન મા દુર્ગાની આરાધના કરવામાં આવે છે. મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સાથે વ્રત પણ રાખવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિનો આરંભ ઘરમાં કળશ સ્થાપના કર્યા બાદ કરવામાં આવે છે. કળશ સ્થાપનાને ઘટસ્થાપના પણ કહેવામાં આવે છે, જે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે કરવામાં આવતી મહત્ત્વપૂર્ણ પૂજા વિધિ છે. ક્યારે કળશ સ્થાપના કરવી અને નવરાત્રિના 9 દિવસમાં પૂજાનું શુભ મુહૂર્ત-મહત્ત્વ વિશે જાણો.

ચૈત્ર નવરાત્રિનું મહત્ત્વ

ધાર્મિક માન્યતા અનુસાર જે લોકો ચૈત્ર નવરાત્રિના 9 દિવસ વ્રત રાખે છે મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરે છે તેમના જીવનમાં હંમેશા ખુશીઓ રહે છે. આ સાથે શ્રદ્ધાળુઓને ભય, નકારાત્મક ઉર્જા અને જીવનની સમસ્યાઓમાંથી મુક્તિ મળી છે.

2026માં કળશ ક્યારે સ્થાપિત કરવું?

દર વર્ષે ચૈત્ર નવરાત્રિ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ શરૂ થાય છે. આજ દિવસે કળશ સ્થાપિત કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 19 માર્ચ, 2026ના રોજ સવારે 6:52 વાગ્યે શરૂ થાય છે અને બીજા દિવસે 20 માર્ચ 4:52 વાગ્યે સમાપ્ત થશે. આમ ચૈત્ર નવરાત્રિ 19 માર્ચે શરૂ થશે. ચૈત્ર નવરાત્રિ નવ દિવસ પછી 27 માર્ચ, 2026ના રોજ સમાપ્ત થશે. આ દિવસે ભગવાન રામનો જન્મદિવસ હોવાથી રામ નવમી ઉજવવામાં આવશે.

બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન અને પૂજા કરો

હિન્દુ નવા વર્ષના પહેલા દિવસે સવારે 4:00 થી 5:30 વાગ્યાની વચ્ચે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયે સ્નાન કરો અને સ્વચ્છ અને શુદ્ધ કપડાં પહેરો. ત્યારબાદ તમારા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને ભગવાન ગણેશ, ભગવાન વિષ્ણુ અને દેવી દુર્ગાની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન કરવામાં આવતી પ્રાર્થનાઓ ઝડપી ફળ આપે છે. તમારા દિવસની શરૂઆત મંત્રથી કરો. સવારે ઉઠીને તમારા હાથની હથેળીઓ જોતા ‘કરાગ્રે વસતે લક્ષ્મી, કરમુલે સરસ્વતી, કરમુલે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ’ મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે . ધાર્મિક માન્યતા મુજબ આનાથી દેવી લક્ષ્મી, માતા સરસ્વતી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે.

કળશ સ્થાપના માટેનું શુભ મુહૂર્ત

  • ઘટસ્થાપન મુહૂર્ત – સવારે 06:52 થી સવારે 07:42
  • ઘટસ્થાપન મુહૂર્ત (અભિજીત) – બપોરે 12:04 થી બપોરે 12:53

ચૈત્ર નવરાત્રિના 9 દિવસ કોની પૂજા કરશો

  • 19 માર્ચ, 2026(ગુરુવાર): દેવી શૈલપુત્રીની પૂજા
  • 20 માર્ચ, 2026(શુક્રવાર): દેવી બ્રહ્મચારિણીની પૂજા
  • 21 માર્ચ, 2026(શનિવાર): દેવી ચંદ્રઘંટાની પૂજા
  • 22 માર્ચ, 2026(રવિવાર): દેવી કુષ્માંડાની પૂજા
  • 23 માર્ચ, 2026(સોમવાર): દેવી સ્કંદમાતાની પૂજા
  • 24 માર્ચ, 2026(મંગળવાર): દેવી કાત્યાયનીની પૂજા
  • 25 માર્ચ, 2026(બુધવાર): દેવી કાલરાત્રિની પૂજા
  • 26 માર્ચ, 2026(ગુરુવાર): દેવી મહાગૌરીની પૂજા, અષ્ટમી પૂજા
  • 27 માર્ચ, 2026(શુક્રવાર): દેવી સિદ્ધિદાત્રીની પૂજા, નવમી પૂજા

કેવી રીતે કરશો કળશ સ્થાપના?

  • નવરાત્રીની પૂજા શરૂ કરતા પહેલા સ્નાન કરી ઘર અને પૂજા સ્થાનને શુદ્ધ કરો.
  • એક લાકડાની ચોકી (બાજોઠ) પર માં દુર્ગાની મૂર્તિ કે છબી સ્થાપિત કરો.
  • બાજુમાં માટીના પાત્રમાં પવિત્ર માટી અને જવ વાવો.
  • પાણીથી ભરેલા કળશ પર આંબાના પાન અને શ્રીફળ રાખી તેની સ્થાપના કરો.
  • માં દુર્ગા સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ફૂલહાર અર્પણ કરો.
  • માતાજીને ફળ, ડ્રાયફ્રૂટ્સ, પાન, સોપારી અને શ્રૃંગારની વસ્તુઓ ચઢાવો.
  • દુર્ગા સપ્તશતી અને દુર્ગા ચાલીસાના પાઠ કરી આરતી કરો.

નવરાત્રી દરમિયાન જવારા કેવી રીતે વાવવા?

નવરાત્રી દરમિયાન જવનું વાવેતર શુભ મુહૂર્ત અનુસાર કરવામાં આવે છે. માતા રાણીના મંદિર પાસે માટીના વાસણોમાં જવનું વાવેતર કરવામાં આવે છે અને પછી તેને ઢાંકી દેવામાં આવે છે. ત્યારબાદ તેમાં નિયમિતપણે પાણી રેડવામાં આવે છે અને નવરાત્રીના અંતિમ દિવસે જવને વહેતા પાણીમાં વહાવી દેવામાં આવે છે.

જવારાનું મહત્ત્વ શું છે?

ધાર્મિક પરંપરાઓ અનુસાર નવરાત્રિની પ્રતિપદા તિથિએ પહેલા કળશની સ્થાપના કરવામાં આવે છે. આ પછી પૂજા સ્થાન પર માટીના વાસણમાં જવ અથવા જવારા વાવવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધાર્મિક ગ્રંથોમાં જવને બ્રહ્માંડનો પ્રથમ પાક માનવામાં આવે છે, તેથી દેવી-દેવતાઓની પૂજામાં તેનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. આ જ કારણ છે કે જ્યારે પણ પૂજા કે હવન કરવામાં આવે છે, ત્યારે તેમાં જવ ચઢાવવાનું શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત, એવી પણ માન્યતા છે કે જવને ‘અન્ન બ્રહ્મ’ કહેવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે કે ખોરાકને ભગવાન સમાન માનવામાં આવે છે. આ કારણોસર ખોરાકનો આદર કરવાની પરંપરાના ભાગ રૂપે જવનો ઉપયોગ પૂજામાં થાય છે.

આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રી 2026: પૂજામાં ભૂલથી પણ ન ચઢાવશો આ વસ્તુઓ, માં દુર્ગા થઈ શકે છે નારાજ

Back to top button