ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

I.N.D.I.A ગઠબંધનની રેલીમાં ખુરશીઓ ઉછળી, કોંગ્રેસ-RJDના કાર્યકર્તાઓ વચ્ચે થઈ ઝપાઝપી

રાંચી (ઝારખંડ), 21 એપ્રિલ: રાંચીમાં I.N.D.I.A ગઠબંધનની રેલીમાં ભારે હોબાળો મચ્યો હતો. બે જૂથના કાર્યકર્તા વચ્ચે જબરદસ્ત બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. વાત એટલી હદે પહોંચી કે, હજારોની સંખ્યા વચ્ચે કાર્યકરોએ એકબીજા પર ખુરશી ફેંકી હતી અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ હોબાળાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં બે જૂથના કાર્યકર્તાઓ એકબીજા પર ખુરશી ફેંકે છે. આ ઘટના બાદ રેલીમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. વીડિયોમાં એક વ્યક્તિનું માથું લોહીથી લથબથ હાલતમાં જોવા મળ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે ટિકિટની વહેંચણીને લઈને ઉમેદવારો વચ્ચે મતભેદ હતા, જે બાદ તેઓએ એકબીજા પર હલ્લાબોલ કર્યો હતો.

શા માટે આ કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ?

‘ઉલ્ગુલાન રેલી’માં કાર્યકરો વચ્ચે ઘર્ષણનું કારણ સામે આવ્યું છે કે ટિકિટની વહેંચણી અને સીટની વહેંચણીને લઈને તમામ નારાજ હતા. પરિણામે કાર્યકરોમાં એટલી હદે ઝપાઝપી થઈ કે એકનું માથું પણ ફોડું નાખ્યું. ઉલ્લેખનીય છે કતે, ચતરા સીટ પર વિવાદને કારણે આરજેડી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સીટ પરથી તે ચતરા સીટ પરથી કેએન ત્રિપાઠીનો વિરોધ કરી રહી હતી. કોંગ્રેસ તરફથી કેએન ત્રિપાઠીને ચતરા સીટ માટે ઉમેદવાર બનાવાયા છે.

રાંચીમાં આજે I.N.D.I.A બ્લોકની રેલીનું આયોજન

ઝારખંડના રાંચીમાં આજે I.N.D.I.A બ્લોકની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મહાગઠબંધનના ઘણા મોટા નેતાઓ પહોંચ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, AAP સાંસદ સંજય સિંહ અને તેમની પત્ની ‘ઉલ્ગુલાન રેલી’માં ભાગ લેવા માટે રાંચી પહોંચ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મહાગઠબંધનની આ મેગા રેલીમાં ભાગ નહીં લે, કારણ કે તેમની તબિયત અચાનક બગડી ગઈ છે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે સ્ટેજ પાસે બે ખાલી ખુરશીઓ રાખવામાં આવી છે.

ભાજપ ચૂંટણી પંચ પહોંચ્યું

ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચે મહાગઠબંધનની આ રેલી સામે પત્ર લખ્યો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે આ રેલી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે, કારણ કે I.N.D.I.A બ્લોકે આ રેલીને લઈને ખુલ્લેઆમ બેનરો, પોસ્ટરો અને હોર્ડિંગ્સ લગાવ્યા છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીની તબિયત અચાનક લથડી, રાંચીમાં INDI બ્લોકની રેલીમાં નહીં થાય સામેલ

Back to top button