ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ટેરિફને પહોંચી વળવા કેન્દ્ર ખોલશે રૂ. 25000 કરોડનો ખજાનો, MSMEને થશે ફાયદો

નવી દિલ્હી, 25 ઓગસ્ટ, 2025: ટ્ર્મ્પ ટેરિફ સામે બાથ ભીડવા મોદી સરકારે એક યોજના બનાવી છે આ યોજના હેઠળ સરકાર નિકાસકારોને 25,000 કરોડની સહયતા આપવાનું વિચારી રહી છે. કેન્દ્ર સરકારે બજેટમાં કરેલ નિકાસ પ્રોત્સાહન મિશન (Export Prmoton Mission)ને આશરે 25,000 કરોડ રૂપિયાની સહાયતા પ્રદાન કરવાના ઉકેલ પર વિચાર કરી રહી છે.

સૂત્રોના અનુસાર તેનો મુખ્ય ઉદ્દેશ નિકાસકારોને આસાન અને વ્યાજબી ઋણ ઉપલબ્ધ કરાવવાનો છે. વાણિજ્ય મંત્રાલયએ આ પ્રસાતવ નાણાં મંત્રાલયની ખર્ચ નાણાંકીય સમિતિ (EFC)પાસે મોકલ્યો છે.

ટેરિફને પહોંચી વળવા માટે સરકારે બનાવી યોજના?

જો આ યોજના મંજૂર થાય છે, તો તે ભારતીય નિકાસકારોને યુએસ ટેરિફથી ઉદભવતી વૈશ્વિક વેપાર અનિશ્ચિતતાઓથી પોતાને બચાવવામાં મદદ કરી શકે છે. EFC દ્વારા દરખાસ્ત મંજૂર થયા પછી, વાણિજ્ય મંત્રાલય કેન્દ્રીય મંત્રીમંડળનો સંપર્ક કરશે.

MSME ઉદ્યોગને ફાયદો થશે

પ્રસ્તાવિત મિશનનો હેતુ આગામી છ વર્ષમાં વ્યાપક, સમાવિષ્ટ અને ટકાઉ નિકાસ વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. આ અંતર્ગત, પરંપરાગત પદ્ધતિઓથી આગળ વધીને ભારતીય નિકાસકારો, ખાસ કરીને MSME (સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો) દ્વારા સામનો કરવામાં આવતા મુખ્ય અવરોધોને દૂર કરવા માટે નવા પગલાં શોધવામાં આવશે.

નિકાસકારો નાણાકીય મદદ મેળવી શકે છે

સૂત્રો અનુસાર, આ મિશનને બે પેટા યોજનાઓ દ્વારા અમલમાં મૂકવાનો પ્રસ્તાવ છે જેમાં નિકાસ પ્રમોશન (રૂ. 10,000 કરોડથી વધુ) અને નિકાસ દિશા (રૂ. 14,500 કરોડથી વધુ) સામેલ છે.

કેટલી રકમ આપી શકાય છે

સરકાર નિકાસ પ્રમોશન યોજના હેઠળ જે મુખ્ય બાબતો પર વિચાર કરી રહી છે તેમાં આગામી છ નાણાકીય વર્ષ માટે રૂ. 5,000 કરોડથી વધુના વ્યાજ સમાનીકરણનો સમાવેશ થાય છે.

તેવી જ રીતે, નિકાસ દિશા યોજના હેઠળ, નિકાસના ગુણવત્તા ધોરણોનું પાલન કરવા માટે લગભગ 4,000 કરોડ રૂપિયા અને વિદેશી બજારો વિકસાવવા માટે 4,000 કરોડ રૂપિયાની રકમ આપી શકાય છે.

આ પણ વાંચોઃ ચેક પર આવી રહ્યા છે નવા નિયમ! જાણો ચેકનો ઉપયોગ કરવાના ફાયદા, કોણ કરી રહ્યું છે સૌથી વધુ ઉપયોગ

Back to top button