ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બેફામ ટ્રકે 4 સેકન્ડમાં એકસાથે છ વાહનોને અડફેટે લીધા, VIDEO વાયરલ

પૂણે, 22 નવેમ્બર: મહારાષ્ટ્રના પુણેમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતનો VIDEO સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બેફામ બનેલી ટ્રકે 5 બાઇક અને 1 કારને ટક્કર મારી હતી. પુણે-કોલાડ હાઈવે પર મુલશી તાલુકામાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અકસ્માતના VIDEOમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ટ્રક ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને પહેલા બાઇક સાથે અથડાઈ. ત્યારપછી તે રોડ કિનારે પાર્ક કરેલા વાહનો સાથે અથડાઈ હતી. પૂરપાટ ઝડપે આવેલી ટ્રકે છ વાહનોને એક સાથે ફંગોળી દીધા.

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે રોડ પર ટ્રાફિક સામાન્ય હતો. એક બાઇક અને કાર સવાર રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક વાહનો હાઇવેની સાઈડમાં પાર્ક કરાયા હતા. રસ્તા પર એક મહિલા અને પુરુષ વાતો કરતા રોડ ક્રોસ કરી રહ્યા હતા અને ત્યારે એક બેફામ બનેલી ટ્રકે કાર અને કારને ટક્કર મારી હતી.  જોકે, આ બધું એટલું અચાનક બન્યું કે કોઈને કઈ ખબર જ ના પડી.

આ અકસ્માત હાઇવેની બાજુમાં એક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ સંદર્ભે, ડ્રાઇવર ગોવિંદ ભાલચંદ્ર લાલ વિરુદ્ધ પૌડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. હાલ ટ્રક ચાલક ફરાર છે. પોલીસે આ મામલે વધુ તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ઉત્તરકાશીથી રાહતના સમાચાર, 35-40 કલાકમાં બહાર આવી શકે છે ફસાયેલા મજૂર

Back to top button