ટ્રેન્ડિંગમનોરંજન

CBFC એ કોઈ પણ કટ્સ વગર પાસ કરી કાજોલની ‘મા’, હવે 18 વર્ષના લોકો પણ જોઈ શકશે

  • હવે કાજોલની ફિલ્મ Maa રિલીઝ થવાની છે જેને સેન્સર બોર્ડ દ્વારા કોઈપણ કટ કે ફેરફારો વગર પાસ કરવામાં આવી છે

25 જૂન, 2025, મુંબઈઃ સિતારે ઝમીન પર હૈ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં તેની ચર્ચાઓ થવા લાગી હતી અને તેનું કારણ હતું કે આમિર ખાનની ફિલ્મમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા ફિલ્મમાં કેટલાક ફેરફારોની માંગ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, CBFC એ ફિલ્મમાં કેટલાક ફેરફારો કરવા કહ્યું હતું જેના માટે આમિર ખાન તૈયાર નહોતા. જોકે બાદમાં ફિલ્મ તે ફેરફારો સાથે રિલીઝ કરવામાં આવી હતી. હવે કાજોલની ફિલ્મ Maa  રિલીઝ થવાની છે જેને સેન્સર બોર્ડ દ્વારા કોઈપણ કટ કે ફેરફારો વગર પાસ કરવામાં આવી છે.

ફિલ્મ કોઈપણ કટ વગર પાસ થઈ

આ એક હોરર ફિલ્મ હોવા છતાં, સેન્સર બોર્ડે ફિલ્મને કોઈપણ કટ વિના પાસ કરી દીધી છે. ફિલ્મને U/A 16+ પ્રમાણપત્ર મળ્યું છે.

18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ફિલ્મ જોઈ શકશે

અહેવાલો અનુસાર ફિલ્મમાં કેટલાક વિચલિત કરનારા દ્રશ્યો હોવા છતાં, CBSE એ ફિલ્મને કોઈપણ શોટ વગર પાસ કરી દીધી છે. એટલું જ નહીં ફિલ્મને U/A 16+ રેટિંગ પ્રમાણપત્ર મળ્યું છે. આનો અર્થ એ છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો આ ફિલ્મ જોઈ શકે છે.

ડિસ્ક્લેમર વધારવા કહ્યું

CBFC એ કોઈ કટ કે ફેરફાર સૂચવ્યા નથી, પરંતુ નિર્માતાઓને ડિસ્ક્લેમરનો સમય વધારવા અને ફિલ્મનું શીર્ષક હિન્દીમાં બદલવા જેવી કેટલીક બાબતો કરવા જણાવ્યું છે. કાજોલની આ ફિલ્મ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ સાથે કાજોલ ત્રણ વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરવા જઈ રહી છે. કાજોલના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

આ પણ વાંચોઃ રણબીર કપૂર ટેલેન્ટેડ, પરંતુ શાહરૂખ જેટલો મોટો સ્ટાર નહિ, જાણો જયદીપ અહલાવત કિંગ ખાન વિશે શું કહ્યું

Back to top button