ટ્રેન્ડિંગમનોરંજન

રણબીર કપૂર ટેલેન્ટેડ, પરંતુ શાહરૂખ જેટલો મોટો સ્ટાર નહિ, જાણો જયદીપ અહલાવત કિંગ ખાન વિશે શું કહ્યું

  • જયદીપ અહલાવતને શાહરુખ ખાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાને ખૂબ જ નાના વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા

HD ન્યુઝ ડેસ્કઃ જયદીપ અહલાવત બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાંના એક છે. તેમણે ઘણી હિટ ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાનો શાનદાર અભિનય આપ્યો છે અને દર્શકો હંમેશા તેમને પ્રેમ કરતા આવ્યા છે. તાજેતરમાં જ્યારે જયદીપ અહલાવતને શાહરુખ ખાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાને ખૂબ જ નાના વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા. એટલું જ નહીં, તેમણે  Ranbir Kapoor અને Shah Rukh khan વચ્ચેની સરખામણી વિશે પણ વાત કરી.

જયદીપે શું કહ્યું?

જ્યારે જયદીપને મહાન અભિનેતાઓ અને લોકપ્રિય કલાકારો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે ખાન સર કે રણબીર કપૂરની લોકપ્રિયતાનો અંદાજ લગાવવા માટે હું ખૂબ નાનો વ્યક્તિ છું કે તેઓ કેવા પ્રકારના અભિનેતા કે સ્ટાર છે. મારું માનવું છે કે લોકપ્રિયતા અને સ્ટારડમ અલગ અલગ બાબતો છે, એક અભિનેતા પણ તેનો ભાગ બની શકે છે.

રણબીર-શાહરુખની સરખામણી પર વાત કરી

જયદીપે આગળ કહ્યું, ‘મને લાગે છે કે રણબીર કપૂર એક અદ્ભુત અભિનેતા છે, એક ટેલેન્ટેડ અભિનેતા. કદાચ તે શાહરૂખ ખાન જેટલો મોટો નથી. શાહરૂખ ખાનને શાહરૂખ ખાન બનાવવામાં ફક્ત અભિનયે જ મોટી ભૂમિકા ભજવી નથી, પરંતુ તેના ફેન્સે પણ મોટી ભૂમિકા ભજવી છે. એવું જરૂરી નથી કે તમે ફક્ત પ્રતિભાના આધારે આટલા મોટા સ્ટાર બની શકો.

જયદીપ ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ કિંગમાં જોવા મળશે. આ ફિલ્મમાં આ ઉપરાંત રાની મુખર્જી, અભિષેક બચ્ચન , દીપિકા પાદુકોણ , જેકી શ્રોફ, અનિલ કપૂર , અરશદ વારસી, અભય વર્મા અને સુહાના ખાન પણ છે.

આ પણ વાંચોઃ Axiom-4 મિશન શું છે અને તેનો હેતુ શું? ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા શું કરશે? જાણો 

Back to top button