ગુજરાતટ્રેન્ડિંગ

CARGO અમદાવાદના પ્રમુખ નંદાનો પરિવાર પણ દુર્ઘટનામાં

અમદાવાદ. 12 જૂન 2025 AHMEDABAD TATA CARGO PRAMUKH NANDA અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત અન્ય બિઝનેસ ટાયકુન હોવાનું પણ જારી થયેલા લિસ્ટ ઉપરથી સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. ગુજરાતના અન્ય કેટલાક મહાનુભાવો પણ આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સામેલ હતા. જેમાં ટાટા કાર્ગો ના અમદાવાદના સ્થાપક એવા પ્રમુખ નંદાનો સમાવેશ થાય છે. તેમની સાથે નેહા નંદા અને પ્રયાસ નંદા પણ મુસાફરી કરતાં હતા. તેમના નામ લિસ્ટમાં જોવા મળ્યા છે તે મુજબ નેહા નંદાનું IND Z4509370, પ્રમુખ નંદાનું IND Z7369421 અને પ્રયાસ નંદાનું IND W4241954 રજીસ્ટ્રેશન બતાવ્યું છે.

પ્રમુખ નંદા પરિવાર સાથે હતા

ગુજરાતના ઓટોમોટિવ અને બિઝનેસ લેન્ડસ્કેપમાં પ્રમુખ નંદાનું નામ જાણીતું છે. કાર્ગો મોટર્સ ગ્રુપ પશ્ચિમ ભારતમાં સૌથી અગ્રણી ઓટો ડીલરશીપ પૈકીની એક છે. તેમની સાથે તેમના પરિવારજનોના નામ પણ લિસ્ટ છે. જોકે આ દરમિયાન સત્તાવાર પુષ્ટિ થઈ શકતી નથી. કારણ કે બચાવ કામગીરી ચાલુ છે. પરિવારોને જાણ કરવામાં આવે અને પ્રોટોકોલ પૂર્ણ થાય તે પછી અધિકારીઓ ઔપચારિક ઓળખ કરશે તેમ જાણવા મળ્યું છે.

લૂબી ગ્રૂપના ડાયરેક્ટરનું નામ પણ લિસ્ટમાં
આ ઉપરાંત અન્ય એક વ્યવસાયિક અગ્રણીમાં લૂબી ગ્રૂપના ડાયરેક્ટર સુભાષ અમીનનું નામ પણ લિસ્ટમાં છે. તેમનું રજીસ્ટ્રેશન GBR 128898764 અને Mrs A અમીન GBR 575663312 દર્શાવે છે.

Back to top button