ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના રાજકારણમાં મોટો વળાંક: કેશુભાઈ પટેલની સરકાર બાદ પહેલી વાર પૂર્ણકદનું મંત્રીમંડળ બનશે

ગાંધીનગર, 17 ઓક્ટોબર 2025: ગુજરાતના રાજકારણમાં હાલ પળે પળે નવા સમીકરણો બંધાઈ રહ્યા છે. કેમ કે ગુજરાતમાં ઠીક દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે. જે અંતર્ગત એક મોટા સમાચાર મળી રહ્યા છે કે આ વખતે ગુજરાતમાં પૂર્ણકદનું મંત્રીમંડળ હશે. જેમાં દરેક ઝોન અને જિલ્લાને સાચવી લેવાની મથામણ હશે.

આ સમાચારની પુષ્ટિ એ વાત પરથી થાય છે કેમ કે શપથગ્રહણ સમારંભ માટે મહાત્મા મંદિરમાં જે ખુરશીઓ ગોઠવાઈ રહી છે, તેનાથી આ વાત સ્પષ્ટ થાય છે. સ્ટેજ પર પૂર્ણકદના મંત્રીમંડળ માટે સંખ્યાબળ 27ને બદલે 28 ખુરશીઓ ગોઠવાઈ છે.

ગુજરાતના રાજકારણમાં કેશુભાઈ પટેલની સરકાર બાદ પ્રથમ વખત પૂર્ણકદનું મંત્રીમંડળ બનવા જઈ રહ્યું છે. કેમ કે મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારંભ સ્ટેજ પર કુલ 29થી વધુ ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે. રાજ્યપાલ મુખ્યમંત્રીની ખુરશી સિવાય 27 ખુરશીઓ પદનામિત મંત્રીને બેસવાની વ્યવસ્થા કરાઈ છે.

મંત્રીમંડળના વિસ્તરણના ભાગરુપે શપથવિધિ સમારંભની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સાથે જ પૂર્ણકદના મંત્રીમંડળની વાતો પણ શરુ થઈ છે. જો કે અંતિમ સમયે સરકાર તરફથી સંકેતો મળતા બેઠક વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. પૂર્ણકદના મંત્રીમંડળમાં 27 લોકોનો સમાવેશ એટલે કે 15 ટકા હોઈ શકે છે.

આ પણ વાંચો: ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને મંત્રીમંડળમાં જગ્યા નહીં મળે, જાણો શું છે તેની પાછળનું કારણ

Back to top button