ટ્રેન્ડિંગમનોરંજન

પરિણીતિનું પરણ્યા બાદ ફિલ્મોને Bye Bye: હવે શું કરશે? જુઓ વીડિયો

  • ઘણા લોકો એવુ અનુમાન પણ લગાવતા હતા કે પરિણીતી તેના પતિની જેમ રાજકારણમાં જોડાઈ શકે છે, પરંતુ આ તમામ વાતો કે અફવાઓનું ખંડન ત્યારે થયું જ્યારે અભિનેત્રીએ ખુદ એક ઈન્સ્ટા પોસ્ટ મુકી છે.

મુંબઈ, 25 જાન્યુઆરીઃ બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાના રાઘવ ચઢ્ઢા સાથેના લગ્ન બાદ અભિનેત્રીના ફિલ્મી કરિયરને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારે હવે એકટ્રેસને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેનાથી તેના ફેન્સ ચોંકી શકે છે. ઘણા લોકો એવુ અનુમાન પણ લગાવતા હતા કે પરિણીતી તેના પતિની જેમ રાજકારણમાં જોડાઈ શકે છે, પરંતુ આ તમામ વાતો કે અફવાઓનું ખંડન ત્યારે થયું જ્યારે અભિનેત્રીએ ખુદ એક ઈન્સ્ટા પોસ્ટ મુકી છે.

પરિણીતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, તે કયા ફિલ્ડમાં પોતાનું કરિયર આગળ વધારશે. પરિણીતી ચોપરાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને મોટી જાહેરાત કરી છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરતા કહ્યું કે, હવે તે સિંગિંગમાં તેની કારકિર્દી શરૂ કરવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by @parineetichopra

ખૂબ ખુશ છે અભિનેત્રી

પરિણીતી ચોપરા પોતાની નવી જર્ની માટે ખૂબ ઉત્સાહિત છે. આ ખુશખબરને ચાહકો સાથે શેર કરતા તેણે લખ્યું છે કે સંગીત હંમેશા મારા માટે ખુશીનું માધ્યમ રહ્યું છે. હું ઘણા સંગીતકારોને સ્ટેજ પર પર્ફોમ કરતા જોઉં ત્યારે મોજમાં આવી જઉં છું. હવે હું પણ આ દુનિયાનો ભાગ બનવા જઈ રહી છું. હું ખૂબ ઉત્સાહિત છું. હું મારી જાતને નસીબદાર માનું છું.

આ પણ વાંચોઃ વાયરલ વીડિયો : અમેરિકામાં ચોરને ચોરી કરવી પડી મોંઘી..

Back to top button