અમેરિકન નાગરિકતા અને CJP વિરોધ: ઈમરાન ખાન પર શા માટે દેશ છોડવાનું જોખમ તોળાઈ રહ્યું છે?

Imran Khan: આમિર ખાનના ભાણેજ અને બોલિવૂડ એક્ટર ઈમરાન ખાન હાલમાં સતત ચર્ચામાં બનેલા છે. જોકે, આ વખતે તેમની ચર્ચા કોઈ ફિલ્મ કે અભિનયને લઈને નહીં, પરંતુ તેમની નાગરિકતા અને રાજકીય વિરોધ પ્રદર્શનમાં તેમની ભાગીદારીને લઈને થઈ રહી છે. મુંબઈમાં યોજાયેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા બાદ ઈમરાન ખાન ભારે વિવાદોમાં ઘેરાઈ ગયા છે અને હવે તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શું છે સમગ્ર મામલો?
તાજેતરમાં ઈમરાન ખાન પોતાની ગર્લફ્રેન્ડ લેખા વોશિંગ્ટન સાથે મુંબઈના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં CJP ના વિરોધ પ્રદર્શનનો હિસ્સો બન્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન ઈમરાન ખાન મુખ્ય ચ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. પ્રદર્શન વધી જતાં પોલીસે તેમની અટકાયત (Detain) કરી લીધી હતી, ત્યારબાદ પોલીસ વેનમાંથી તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
નાગરિકતા પર કેમ ઉઠ્યા સવાલો?
વિરોધ પ્રદર્શનનો હિસ્સો બનવું હવે ઈમરાન ખાન પર ભારે પડી રહ્યું છે. હકીકતમાં, ઈમરાન ખાન પાસે ભારતીય નાગરિકતા નથી, પરંતુ અમેરિકન નાગરિકતા છે. તેમનો જન્મ 13 જાન્યુઆરી 1983 ના રોજ અમેરિકાના વિસ્કોન્સિન (મેડિસન) માં થયો હતો. તેમની પાસે અમેરિકન પાસપોર્ટની સાથે ભારતનું ‘ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા’ (OCI) કાર્ડ છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં રાહદારીઓનાં મોતમાં 145%નો વધારો, 10 વર્ષમાં 1,747નાં મોત
ભારતીય નાગરિક ન હોવા છતાં દેશની આંતરિક રાજકીય ગતિવિધિઓ અને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા અને તેમને દેશની બહાર મોકલવા સુધીની માંગ કરવામાં આવી રહી છે. આ માંગ ભાજપના નેતા કિરીટ સોમૈયા કરી રહ્યા છે.
કિરીટ સોમૈયાએ પોલીસ ફરિયાદ નોંધાવી
ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ આ મામલે ઈમરાન ખાન સામે સીધા સવાલો ઊભા કર્યા છે. સોમૈયાનો દાવો છે કે OCI કાર્ડધારક કે કોઈ પણ વિદેશી નાગરિક ભારતના ઘરઆંગણાના રાજકીય વિરોધ પ્રદર્શનો અને પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે નહીં. તેમણે પોલીસ અને ઈમિગ્રેશન અધિકારીઓને આ મામલે નિષ્પક્ષ તપાસ કરીને કડક પગલાં ભરવા વિનંતી કરી છે.
ઈમરાન ખાનનું સ્ટેટમેન્ટ
બીજી તરફ, પોલીસે અટકાયતમાં લીધા તે પહેલાં ઈમરાન ખાને પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, “હું અહીં એક નાગરિક તરીકે, આ શહેરમાં રહેતા એક સામાન્ય માણસ તરીકે આવ્યો છું. લોકોની મુક્તપણે હરવા-ફરવાની આઝાદી પર કેમ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે અને તેમની અવાજને કેમ દબાવવામાં આવી રહ્યો છે, તે જોવા હું આવ્યો છું.”
કિરીટ સોમૈયાની ફરિયાદ બાદ હવે સૌની નજર પોલીસ અને ઈમિગ્રેશન વિભાગના આગામી પગલાં પર ટકેલી છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે અમેરિકન નાગરિકતાના વિવાદમાં ફસાયેલા ઈમરાન ખાનને ખરેખર દેશ છોડવો પડશે કે કેમ.
આ પણ વાંચોઃ યોગ્ય સમયે કરો અષ્ટમી-નવમી પર કંજકની પૂજા, જાણો યોગ્ય ઉંમર અને નિયમો












