ટોપ ન્યૂઝનેશનલમીડિયા

પશ્ચિમ બંગાળમાં ભાજપ યુગની શરૂઆત, શુભેંદુ અધિકારી આજે લેશે શપથ

BJP era begins in West Bengal:   પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આજે ઐતિહાસિક દિવસ માનવામાં આવી રહ્યો છે. Suvendu Adhikari આજે સવારે 11 વાગ્યે કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં મુખ્યમંત્રી પદની શપથ લેશે. ભાજપની ભવ્ય જીત બાદ રાજ્યમાં પ્રથમ વખત ભાજપ સરકાર રચાઈ રહી છે, જેના કારણે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શપથવિધિ સમારોહમાં Narendra Modi, Amit Shah સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહેવાના છે. વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધનના નેતાઓ પણ કાર્યક્રમમાં જોડાશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શુભેંદુ અધિકારીએ શપથ પહેલા નિવેદન આપતાં જણાવ્યું કે હવે રાજ્યમાં સૌ સાથે મળીને વિકાસલક્ષી સરકાર ચલાવવામાં આવશે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોમાં બંગાળમાં ભાજપનું મહત્વપૂર્ણ ચહેરો બનીને ઉભર્યા છે. તેમણે અગાઉની ચૂંટણીમાં મમતા બેનર્જીને પરાજય આપીને રાજ્યની રાજનીતિમાં મોટો ફેરફાર લાવ્યો હતો.

ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભાની કુલ 294 બેઠકોમાંથી 207 બેઠકો જીતતા ઐતિહાસિક સફળતા મેળવી છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં ઉપમુખમંત્રી નહીં બનાવવામાં આવે. સાથે કેટલાક મહત્વપૂર્ણ નેતાઓને મંત્રીપદની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

શપથવિધિ માટે કોલકાતા શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હજારો કાર્યકરો અને સમર્થકો સમારોહમાં હાજરી આપવા પહોંચી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ પરિણામ રાજ્યની રાજનીતિમાં મોટા પરિવર્તનનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : ભારતને મળ્યા નવા સીડીએસ, જાણો એન એસ રાજા સુબ્રમણિની વિશે બધું

Back to top button