ગંદા પાણી પાછળ ‘અલ નીનો’ જવાબદાર? ભાજપ નેતાના તર્કથી હોબાળો

Surat Dirty Water Controversy: સુરતમાં હાલમાં પીળા અને ગંદા પાણીના કારણે લોકો ભારે પરેશાન છે. ગંદા પાણીના કારણે શહેરમાં રોગચાળો ફેલાતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે અને ખુદ ભાજપના કોર્પોરેટરો સામાન્ય સભામાં શુદ્ધ પાણી માટે રજૂઆત કરી રહ્યા છે. આવા સમયે ભાજપના એક કોર્પોરેટરે ગંદા પાણી માટે પાલિકાની કામગીરી નહીં પરંતુ ‘અલ નીનો’ની અસર જવાબદાર હોવાનો નવો તર્ક રજૂ કર્યો છે, જેના કારણે ભારે ચર્ચા શરૂ થઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ભાજપના કોર્પોરેટરોની રજૂઆતો અને ‘અલ નીનો’નો વિવાદ
સુરતીઓને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની જવાબદારી પાલિકાની છે. સુરત પાલિકાની મળેલી સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં લાંબા સમયથી પીળા રંગનું ગંદું પાણી આવતું હોવાની ગંભીર ફરિયાદો કરી હતી. અન્ય કોર્પોરેટરોએ પણ પાણી વિતરણ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા હતા.
આ પણ વાંચોઃ 3075 રૂપિયાવાળા FASTag એન્યુઅલ પાસથી કેવી રીતે અલગ છે 1500 રૂપિયાવાળો Toll Pass
બીજી તરફ, રાંદેર ઝોન સહિત અનેક વિસ્તારોમાં ગંદા પાણીની ફરિયાદો વચ્ચે ભાજપના કોર્પોરેટર અને મેયરપદના દાવેદાર રહી ચૂકેલા ઉર્વશી પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે આ સમસ્યા માટે ‘અલ નીનો’ની અસર જવાબદાર છે. તેમણે સમસ્યા સ્વીકારવા છતાં તેને કુદરતી ગણાવીને દાવો કર્યો હતો કે આમાં કોઈની ભૂલ નથી.
View this post on Instagram
11 ક્યુસેક કે 1500 ક્યુસેક પાણી? આંકડાકીય ભૂલ પર સવાલો
ઉર્વશી પટેલે પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે ઉકાઈ ડેમમાંથી આગામી દિવસોમાં 11 ક્યુસેક પાણી છોડવામાં આવશે અને તેનાથી તાપીનું જળસ્તર વધતાં સમસ્યા ઉકેલાઈ જશે. જોકે, હકીકત એ છે કે તાપી નદીના વિયરમાં પાણીની ગુણવત્તા સુધારવા માટે અગાઉ 1100 ક્યુસેક અને હાલમાં 1500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આટલો મોટો તફાવત માત્ર બોલવાની ભૂલ છે કે માહિતીનો અભાવ, તે અંગે પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે.આ પણ વાંચોઃ સુરત: ડેટિંગ એપ અને ઈ-કોમર્સના નામે લાખોની ઠગાઈ કરનાર જીમ ટ્રેનર વારાણસીથી ઝડપાયો












