ટ્રેન્ડિંગનેશનલ

પોલીસ ચોકી બની જન્મ દિવસની પાર્ટીનું સ્થળ: માસૂમ પુત્રના કેકે તૂટતા પરિવારને ફરી બચાવ્યો

ઉત્તર પ્રદેશ: 11 ઓક્ટોબરઃ 2025:  ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક પત્ની પોતાના પતિ અને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચી, પરંતુ થોડી જ વારમાં પોલીસ સ્ટેશનની અંદરનું દ્રશ્ય કંઈક અલગ જ જોવા મળ્યું. કાનપુરના બર્રા પોલીસ સ્ટેશનની ચોકીમાં પોલીસની સંવેદનશીલતા, ભાવનાત્મક અભિગમ અને એક માસૂમ બાળકના જન્મદિવસે તૂટતા પરિવારને ફરી એક કરી દીધો. બર્થડે કેકે પતિ-પત્ની વચ્ચેની તિરાડો દૂર કરી અને સંબંધોમાં નવી જીવ ફૂંકી દીધી.

 તૂટવાના આરે પહોંચેલો પરિવાર

વિશ્વ બેંક કોલોની, બર્રાના રહેવાસી પ્રિયા શુક્લા અને તેમના પતિ વિકાસ શુક્લાના લગ્નને લગભગ ચાર વર્ષ વીતી ગયા છે. આ ચાર વર્ષમાં તેમના જીવનમાં બે વર્ષનો પુત્ર શિવાય આવ્યો. છેલ્લા કેટલાક મહિનાઓથી પતિ-પત્ની વચ્ચેના વધતા મતભેદો છૂટાછેડાની સ્થિતિ સુધી પહોંચી ગયો હતો.

પતિ અને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ

ગુરુવારે (9 ઓક્ટોબર) પ્રિયા નિરાશ મનથી બર્રા પોલીસ ચોકીમાં પોતાના પતિ અને સાસરિયાં પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચી. ચોકી પ્રભારી વિકાસ શર્માએ પોતાની ટીમ સાથે બંને પક્ષોને વાતચીત માટે બોલાવ્યા. માહોલ તણાવગ્રસ્ત હતો. આક્ષેપોની ઝડી, ગુસ્સાની ચિનગારીઓ હતી અને વચ્ચે એક માસૂમ બાળક હતો, જેનો તે દિવસે જન્મ દિવસ હતો, પરંતુ કોઈ તેની ખુશીની વાત કરી રહ્યું નહોતું.

માતાની વાતથી બદલાઈ ગયો માહોલ

ચોકીમાં ચાલી રહેલી દલીલો અને સમજાવટ દરમિયાન પ્રિયાની ભીની આંખોમાંથી એક વાક્ય નીકળ્યું, જે સાંભળીને ચોકીમાં સન્નાટો છવાઈ ગયો. માતાએ કહ્યું, ‘આજે મારા શિવાયનો જન્મદિવસ છે અને હું અહીં તેના પિતા વિરુદ્ધ ફરિયાદ લઈને બેઠી છું.’

આ સાંભળીને ચોકી પ્રભારી વિકાસ શર્માના મનમાં એક અનોખો વિચાર આવ્યો. તેમણે પોતાની ટીમ સાથે મળીને એક એવી યોજના બનાવી, જેથી બંનેનો વિવાદ સમાપ્ત થઈ શકે.

પોલીસ ચોકીમાં મંગાવ્યો કેક

વિકાસ શર્માએ તરત જ બજારમાંથી એક કેક મંગાવ્યો. ચોકીને બાળકના જન્મદિવસની ઉજવણી માટે તૈયાર કરવામાં આવી. બંને પક્ષોને અલગ-અલગ સમજાવ્યા પછી, તેમને ફરી એકસાથે બોલાવવામાં આવ્યા. આ વખતે નારાજગી માટે નહીં, પરંતુ પોતાના બાળકની ખુશી માટે.

આ પણ વાંચોઃ બિહાર ચૂંટણી : માંઝી NDAમાં સીટ-શેરિંગ ફોર્મ્યુલાથી નારાજ; જો બધું સમુસુથરું ન ઉતરે તો લઈ શકે છે મોટો નિર્ણય

આ પણ વાંચોઃ નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માના સંબંધોમાં ભંગાણ? છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે ઐશ્વર્યાએ એકલા ઉજવી કરવા ચોથ

Back to top button