નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માના સંબંધોમાં ભંગાણ? છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે ઐશ્વર્યાએ એકલા ઉજવી કરવા ચોથ

મુંબઈઃ 11 ઓક્ટોબરઃ 2025: લોકપ્રિય ટીવી શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના સેટ પર પ્રેમમાં પડેલા અને ‘બિગ બોસ 17’માં સાથે જોવા મળેલા નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માનું કપલ હવે મુશ્કેલીમાં હોવાનું જણાઈ રહ્યું છે. તેમનો સંબંધ તૂટવાના આરે હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
અટકળો છે કે નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા છેલ્લા કેટલાક સમયથી અલગ રહી રહ્યા છે, જેના કારણે તેમના છૂટાછેડાની અફવાઓને વેગ મળ્યો છે. ઐશ્વર્યાએ પોતે પણ સ્વીકાર્યું હતું કે, બંને વચ્ચે કેટલાક અંગત મુદ્દાઓને લઈને વિવાદ થયો હતો. જોકે, બંનેમાંથી કોઈએ પણ છૂટાછેડા અંગે સત્તાવાર જાહેરાત કરી નથી.
છૂટાછેડાની ચર્ચા વચ્ચે ઐશ્વર્યાની કરવા ચોથ પોસ્ટ
નીલ અને ઐશ્વર્યાએ એકબીજા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે, જેનાથી તેમના છૂટાછેડાની અટકળો વધુ તીવ્ર બની છે.

જોકે, જ્યારે 10 ઑક્ટોબર, 2025ના રોજ વિશ્વભરમાં કરાવા ચોથની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે ઐશ્વર્યાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ચંદ્રની એક સુંદર તસવીર પોસ્ટ કરી હતી. તેણે પોતાના પતિ નીલ સાથેની કોઈ તસવીર શેર ન કરતાં ચાહકો ગૂંચવાયા છે કે શું આ કપલ ખરેખર અલગ થઈ ગયું છે.
નીલ ભટ્ટ પર છેતરપિંડીનો આરોપ
તાજેતરમાં, નીલ ભટ્ટ એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યા હતા, જેના પગલે લોકો નીલ પર છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યા છે. વાઈરલ થયેલા એક વીડિયોમાં નીલ એક છોકરી સાથે હતા, જેના કારણે ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે, શું તે પોતાની પત્ની ઐશ્વર્યાને દગો આપી રહ્યા છે.
View this post on Instagram
જોકે, બાદમાં નીલના ચાહકોએ પુષ્ટિ કરી કે તે છોકરી બંનેની સામાન્ય મિત્ર હતી. પાછળથી તે છોકરીની ઓળખ કિંજલ ધમેચા તરીકે થઈ, જે ટેલિવિઝન જગતમાં કામ કરે છે અને ટીવી સીરિયલ ‘બાવરા દિલ’માં સિદ્ધિ ગોકર્ણના પાત્ર માટે જાણીતી છે.
ગણેશ ચતુર્થી પર પણ જોવા મળી દૂરી
27 ઑગસ્ટ, 2025ના રોજ ઐશ્વર્યા શર્માએ ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ગણપતિ બાપ્પાને ઘેર લાવતી કેટલીક તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જોકે, આ તસવીરોમાં નીલ ક્યાંય જોવા મળ્યો નહોતો અને ઐશ્વર્યાએ બાપ્પા સાથે એકલા જ પોઝ આપ્યો હતો. તેણે બાપ્પાને ઘરે લાવતાની ઝલક પણ શેર કરીને પુષ્ટિ કરી હતી કે તેણે નીલ ભટ્ટ સાથે આ ઉત્સવની ઉજવણી કરી નથી. આ ઘટનાઓએ બંને વચ્ચે અંતર વધી રહ્યું હોવાની ચર્ચાને વધુ બળ આપ્યું છે.
આ પણ વાંચોઃ નવી કારમાંથી સ્ટેપની કેમ ગાયબ થઈ રહી છે? આ નવા ટ્રેન્ડ પાછળનું રહસ્ય શું છે?
આ પણ વાંચોઃ પત્નીએ પતિનું ગળું કાપીને લાશ ખેતરમાં ફેંકી દીધી; 7 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન












