ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારની મતદાર યાદીમાં બે પાકિસ્તાની મહિલાના નામથી મચ્યો હડકંપ

પટના, તા. 22 ઓગસ્ટ, 2025:  બિહારમાં વર્ષ 2025માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પાકિસ્તાનથી આવેલી બે મહિલાઓએ ગેરકાયદેસર રીતે વોટર આઈડી કાર્ડ બનાવડાવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની તપાસમાં આ ખુલાસો થયો હતો. વિઝાની મર્યાદા પૂરી થઈ ગયા બાદ પણ ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા વિદેશીઓની તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ તપાસમાં ભાગલપુરમાં ત્રણ પાકિસ્તાની નાગરિકો રહેતા હોવાની પુષ્ટિ થઈ  હતી. જેમાંથી બે મહિલાઓના નામે તો મતદાર ઓળખ પત્ર પણ બની ગયા હતા. આ મામલો સામે આવ્યા બાદ પોલીસ હેડક્વાર્ટર દ્વારા SSPને તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને ભાગલપુરના DM અને SSP પાસેથી વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ કિસ્સાએ ચૂંટણી પહેલાં સુરક્ષા અને કાયદાકીય વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

પાકિસ્તાની મહિલાઓની ઓળખ

આ મહિલાઓની ઓળખ ઈમરાના ખાતૂન અને ફિરદૌસિયા ખાનમ તરીકે થઈ છે. આ બંને મહિલાઓના નામ વોટર લિસ્ટમાં પણ જોવા મળ્યા છે. ગૃહ મંત્રાલય તરફથી આ રિપોર્ટ પોલીસ હેડક્વાર્ટરને મોકલવામાં આવ્યો, જે પછી SSP સ્તરે તપાસ કરવામાં આવી.

પ્રશાસન પાસે બંને મહિલાઓના EPIC નંબર (મતદાર ફોટો ઓળખ કાર્ડ નંબર) ઉપલબ્ધ છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે રંગપુરની રહેવાસી ફિરદૌસિયા ખાનમ 19 જાન્યુઆરી, 1956ના રોજ ફક્ત ૩ મહિનાના વિઝા પર ભારત આવી હતી. જ્યારે ઇમરાના ખાતૂન ૩ વર્ષના વિઝા પર આવી હતી.

આ ઉપરાંત, એક અન્ય પાકિસ્તાની નાગરિક મોહમ્મદ અસલમ 24 મે, 2002ના રોજ બે વર્ષના વિઝા પર ભારત આવ્યો હતો. આસલામે તો પોતાનું આધાર કાર્ડ પણ બનાવી લીધું હતું. આ રીતે, આ ત્રણેય વ્યક્તિઓએ ભારતમાં ગેરકાયદેસર રીતે રહીને નાગરિકતા મેળવવાની પૂરી તૈયારી કરી લીધી હતી.

આ પણ વાંચોઃ લખનઉ એરપોર્ટ પરથી થાઇલેન્ડમાં બ્લેકલિસ્ટેડ કરવામાં આવેલી મહિલા ઝડપાઈ, આ રીતે આવી હતી ભારત

Back to top button