ટ્રેન્ડિંગનેશનલ

હરભજનની સુરક્ષામાં તૈનાત રહેશે CRPF કમાન્ડો, AAP માંથી BJP માં આવેલા સાંસદોને મળી સુરક્ષા

Harbhajan Singh Gets CRPF Security: આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાવાની અટકળો અને પંજાબમાં વધી રહેલા વિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહને CRPFની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. હવે ‘ટર્બનેટર’ દિલ્હી અને પંજાબ બંને જગ્યાએ કેન્દ્રીય સુરક્ષા દળોના ઘેરામાં રહેશે.

6 અન્ય સાંસદોને પણ મળી સુરક્ષા

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર હરભજન સિંહ જ નહીં પરંતુ AAP છોડી ભાજપમાં આવેલા અન્ય સાંસદો – સંદીપ પાઠક, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સાહનીને પણ CRPF કમાન્ડોની સુરક્ષા આપવામાં આવી છે. આ નેતાઓ પર વધી રહેલા જોખમ અને પંજાબમાં તેમના નિવાસસ્થાન બહાર થઈ રહેલા દેખાવોને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે.

પંજાબ સરકારની કાર્યવાહી બાદ કેન્દ્રનો હસ્તક્ષેપ

નોંધનીય છે કે, 26 એપ્રિલ 2026ના રોજ પંજાબની ભગવંત માન સરકારે હરભજન સિંહની Z+ કેટેગરીની સુરક્ષા હટાવી દીધી હતી. તેમના જલંધર સ્થિત નિવાસસ્થાનેથી 9-10 સુરક્ષાકર્મીઓ અને સરકારી ગાડીઓ પાછી ખેંચી લેવામાં આવી હતી. શનિવારે હરભજન સિંહના ઘરની દીવાલ પર પ્રદર્શનકારીઓએ ‘પંજાબનો ગદ્દાર’ લખી દીધું હતું, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

રાજકીય ગરમાવો

મુખ્યમંત્રી ભગવંત માને પાર્ટી છોડનારા સાંસદોને ‘ગદ્દાર’ ગણાવીને પંજાબની જનતા સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, રાઘવ ચઢ્ઢા બાદ સંદીપ પાઠક અને અશોક મિત્તલે ભાજપનું સભ્યપદ લીધું હતું, જ્યારે સ્વાતિ માલીવાલ અને વિક્રમજીત સાહનીએ પણ ભાજપમાં જોડાવાની પુષ્ટિ કરી છે. આ રાજકીય ખેંચતાણ વચ્ચે હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર સુરક્ષા મુદ્દે સામસામે આવી ગયા છે.

આ પણ વાંચોઃ Gujarat Election 2026 LIVE: ભારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ, જાણો બપોરે 12 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન

આ પણ વાંચોઃ રસોડાનો એક્ઝોસ્ટ ફેન ગંદો અને ચીકણો થઈ ગયો છે? ખોલ્યા વિના આ બે દેશી જુગાડથી કરો સાફ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button