બિહારમાં NDAમાં સીટ શેરિંગ ફાઈનલ: JDU-102, BJP-101, LJP-20 સીટો પર ચૂંટણી લડશે

પટના, 28 ઓગસ્ટ 2025: બિહારમાં એનડીએ ગઠબંધનની સીટ શેરિંગને લઈને તસવીર લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે દિલ્હીમાં મુલાકાત કર્યા બાદ ગઠબંધન પાર્ટીઓ વચ્ચે અંતિમ સહમતિ બની ગઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જેડીયૂને 102, ભાજપને 101, એલજેપીને 20, હમને 10 અને RLMને 10 સીટો મળી છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે એનડીએ તરફથી ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે અને તેની જાણકારી આપવામાં આવશે. જો કે કઈ પાર્ટી કેટલી સીટો પર ચૂંટણી લડશે તેને લઈને મનોમંથન ચાલી રહ્યું છે.
અહીં ઉલ્લેખનિય છે કે, 2020માં વિધાનસભા ચૂંટણીમાં એનડીએમાં ભાજપ 110 સીટ પર ચૂંટણી લડી હતી, જેમાં 74 સીટો પર જીત મળી હતી. જેડીયૂને 115 સીટો પર દાવેદારી હતી, જેમાંથી 43 સીટો પર જીત મળી હતી. આ વખતે જેડીયૂ 102, ભાજપ 101 પર લડી હતી.
એનડીએમાં નીતિશ કુમાર મોટા ભાઈની ભૂમિકામાં
લોકસભા ચૂંટણીમાં ભાજપને 17, જેડીયૂને 16, એલજેપીને 5 અને જીતનરામ માંઝી તથા ઉપેન્દ્ર કુશવાહે એક એક સીટ પર ચૂંટણી લડી હતી. લોકસભામાં ભાજપે જેડીયૂ કરતા એક સીટ પર વધારે ચૂંટણી લડી હતી. પણ વિધાનસભામાં જેડીયૂ ભાજપ કરતા એક બે સીટ વધારે લડી શકે છે.
આ પણ વાંચો: હવે જાગી જાઓ: ટ્રમ્પના ટેરિફ પર RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ચેતવણી આપી












