ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

સૌથી મોટી આર્થિક તબાહી આવશે, રોબર્ટ કિયોસાકીની આગાહી

નવી દિલ્હી, 23 જુલાઇ, 2025: ‘Rich Dad Poor Dad’થી જાણીતા થયેલા રોકાણકાર અને લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એક વાર એવી ચેતવણી ઉચ્ચારી છે કે દુનિયા હવે એક ઐતિહાસિક આર્થિક ઘટાડા તરફ વધી રહી છે. તેમણે એમ પણ કહ્યુ કે ફક્ત શેરબજાર જ નહી પરંતુ સોનું, ચાંદી અને બિટકોઇન જેવી એસેટ્સ પણ આ બબલમાં ફસાઇ ચૂક્યા છે અને ફાટવાની તૈયારીમાં છે. તેમણે X (ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યુ હતુ કે ફૂગ્ગો ફૂટવાની તૈયારીમાં છે, જ્યારે ફૂગ્ગો પુટે છે ત્યારે સોનું, ચંદી અને બિટકોઇન પણ ઘટશે, જે સારા સમાચાર છે.

જોકે, આ ચેતવણી ભયાનક લાગે છે, છતાં કિયોસાકી તેને એક તક માને છે. તેમણે કહ્યું કે જો ભાવ ઘટશે, તો તેઓ વધુ સોનું, ચાંદી અને બિટકોઈન ખરીદશે. તેમના મતે, વાસ્તવિક રોકાણ ત્યારે જ કરવું જોઈએ જ્યારે બજારમાં ભય હોય અને ભાવ ઓછો હોય.

બચતકર્તાઓને ‘ગુમાવનારા’ કહેવામાં આવે છે

કિયોસાકી હંમેશા કાગળના ચલણ (ફિયાટ મની) વિરુદ્ધ રહ્યા છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે તેઓ ડોલર જેવી ચલણોને ‘નકલી મની’ માને છે અને બચતકર્તાઓને “લૂઝર્સ” ગણાવે છે. તેમના મતે, પૈસા બચાવવાને બદલે સોના, ચાંદી અને ક્રિપ્ટો જેવી મજબૂત સંપત્તિમાં રોકાણ કરવું એ સમજદારી છે.

ફેડરલ રિઝર્વ પર આકરા પ્રહાર

કિયોસાકીએ યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ પર પણ આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે જ્યારે પણ કટોકટી આવે છે, ત્યારે સરકાર ફક્ત નોટો છાપે છે. તેમણે 1987ના ક્રેશ, 1998માં LTCM કટોકટી, 2019ના રેપો માર્કેટ કટોકટી અને કોવિડ દરમિયાન છાપકામનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું, “દર વખતે એક જ સ્ક્રિપ્ટ અનુસરવામાં આવે છે. કોઈ નવી કટોકટી નથી, જૂની કટોકટી ફક્ત મોટી થઈ ગઈ છે.”

બફેટનું ઉદાહરણ આપીને રમત સમજાવી

કિયોસાકીએ વોરેન બફેટનું ઉદાહરણ પણ આપ્યું છે. તેમણે કહ્યું કે બફેટ હાલમાં શેરબજારમાંથી બહાર છે અને તેમની પાસે 350 અબજ ડોલરનો રોકડ ભંડાર છે. કિયોસાકીનો દાવો છે કે બફેટ મોટા ક્રેશની રાહ જોઈ રહ્યા છે જેથી શ્રેષ્ઠ સંપત્તિઓ ફરીથી સસ્તા ભાવે ખરીદી શકાય.

આ પણ વાંચોઃ સિનીયર સિટીઝન માટે હેલ્થ વીમા પર ખતમ થશે GST, ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સમા રાહતની આશા

Back to top button