ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

સિનિયર સિટીઝન માટે હેલ્થ વીમા પર ખતમ થશે GST, ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સમાં રાહતની આશા

નવી દિલ્હી, 23 જુલાઇ, 2025: વરિષ્ઠ નાગરિકો (સિનીયર સિટીઝન)ને GSTના રાહત મળવાની શક્યતા છે. GST કાઉન્સિલ હેલ્થ ઇન્સ્યોરન્સ અને ટર્મ લાઇફ વીમા પ્રિમીયમ પર કર દૂર કરવાનું વિચારી રહી છે. મંત્રીઓની એક સમિતિએ તેની પર પૂરી GST છૂટ આપવાનું સુચન કર્યુ છે. જો આમ થશે તો તેનાથી લાખ્ખોની બચત થશે. વૃદ્ધો અને મધ્યમ વર્ગના લોકો સુધી વીમાનો વ્યાપ વધારવામાં મદદ મળશે.

વાસ્તવમાં, GST કાઉન્સિલ લાંબા સમયથી આ અંગે વિચારણા કરી રહી છે. હાલમાં, ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર 18% GST વસૂલવામાં આવે છે. મંત્રીઓની એક સમિતિએ ભલામણ કરી છે કે પોલિસીધારકોની ઉંમર ચાહે ગમે તે હોય, પરંતુ તેમને ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ પર ચોક્કસપણે રાહત મળવી જોઈએ, જ્યારે સિનિયર સિટિઝન્સને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં રાહત મળવી જોઈએ.

આ પગલાને ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. તેનું માનવું છે કે GST દ્વારા વીમાની પહોંચ પર માઠી અસર થઇ રહી છે. આવી સ્થિતિમાં, આ પ્રસ્તાવ GST કાઉન્સિલની આગામી બેઠકમાં રજૂ કરવામાં આવશે, જે સંભવતઃ આગામી સંસદ સત્ર પહેલા યોજાશે. જોકે, GST કાઉન્સિલની બેઠક માટે હજુ સુધી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી.

વરિષ્ઠ નાગરિકો 9,000 રૂપિયા સુધીની બચત કરી શકે છે

જો સિનિયર સિટિઝન આરોગ્ય વીમા માટે વાર્ષિક 50,000 રૂપિયા ચૂકવે છે, તો તેમણે 18% GST પણ ચૂકવવો પડશે. આ આધારે, જો GST દૂર કરવામાં આવે છે, તો તેઓ 9,000 રૂપિયા સુધીની બચત કરી શકે છે અને આવી પોલિસીઓની કિંમતો પણ ઘટી શકે છે.

5 લાખ રૂપિયા સુધીનું કરમુક્ત કવરેજ

સૂત્રોએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ નાગરિકો ઉપરાંત અન્ય લોકો માટે 5 લાખ રૂપિયા સુધીના કવરેજ ધરાવતી આરોગ્ય વીમા પોલિસીઓ પર GST નાબૂદ કરી શકાય છે. GST કાઉન્સિલની આગામી બેઠકમાં આ યોજના પર ચર્ચા થવાની ધારણા છે.

કેન્દ્રને વાર્ષિક રૂ. 2,600 કરોડનું નુકસાન થશે

દેશમાં વીમાની પહોંચ ખૂબ ઓછી છે. 40 ટકાથી ઓછા લોકો પાસે આરોગ્ય વીમા પોલિસી છે. તેની પહોંચ વધારવા માટે, જો GST કાઉન્સિલની આગામી બેઠકમાં આરોગ્ય અને ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પરનો ટેક્સ દૂર કરવામાં આવે તો કેન્દ્ર સરકારને દર વર્ષે રૂ. 2,600 કરોડનું નુકસાન થઈ શકે છે. આરોગ્ય વીમા પ્રીમિયમ પર વસૂલવામાં આવતા GSTમાંથી સરકાર વાર્ષિક રૂ. 2,400 કરોડ કમાય છે, જ્યારે ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ રૂ. 200 કરોડનો ટેક્સ આપે છે. જોકે, GST કાઉન્સિલ ટેક્સ સ્લેબમાં અન્ય સુધારા દ્વારા નુકસાનની ભરપાઈ કરવાનો પ્રસ્તાવ મૂકી રહી છે.

આ પણ વાંચોઃ ભારતીય ઇક્વિટી બજારમાં ઊછાળો, સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત ખુલ્યા

Back to top button