ટ્રેન્ડિંગમનોરંજન

ભારત ચૌથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા પર Big B એ કરી પ્રશંસા, અગ્નિવીરોને પણ કરી સલામ

  • અમિતાભ બચ્ચને તાજેતરના હુમલા દરમિયાન દેશનું રક્ષણ કરવામાં બહાદુરી દર્શાવનારા અગ્નિવીરોને પણ સલામ કરી છે

HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને સોમવારે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા પર ગર્વ વ્યક્ત કર્યો Big B praises India અને તેને ‘અવિશ્વસનીય સિદ્ધિ’ ગણાવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને તેમના બ્લોગ દ્વારા, તેમણે માત્ર દેશની પ્રગતિની પ્રશંસા કરવા ઉપરાંત તેમણે તાજેતરના હુમલા દરમિયાન દેશનું રક્ષણ કરવામાં બહાદુરી દર્શાવનારા અગ્નિવીરોને પણ સલામ કરી છે.

સોમવાર, 26 મે ના રોજ સવારે, અમિતાભ બચ્ચને X પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું, ‘જય હિંદ! ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે… અમેરિકા, ચીન, જર્મની, ભારત… અને આગામી 2.5 થી 3 વર્ષમાં તે ત્રીજા સ્થાને પહોંચી જશે.’ તેમણે અમેરિકા, ચીન, જર્મની અને ભારતના GDP આંકડા પણ શેર કર્યા છે.
યુનાઇટેડ સ્ટેટ્સ: $30.51 ટ્રિલિયનના GDP સાથે
ચીન: $19.23 ટ્રિલિયનના GDP સાથે
જર્મની: $4.74 ટ્રિલિયનના GDP સાથે
ભારત: લગભગ $4 ટ્રિલિયન

તેમણે આગળ લખ્યું છે કે માત્ર 75 વર્ષ પહેલાં સ્વતંત્ર થયેલા દેશ માટે કેટલી મોટી ઉપલબ્ધિ. વિચારો કે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી કેટલા દેશો આટલી ઊંચાઈએ પહોંચ્યા છે.

અગ્નિવીરોને આપી સલામી

બિગ બીએ તેમના બ્લોગમાં ભારતના યુવાનો, ખાસ કરીને અગ્નિવીરોની પ્રશંસા પણ કરી હતી. તેમણે લખ્યું કે અગ્નિવીરો એ યુવા યોદ્ધાઓ જે આપણી ભૂમિ પરના તાજેતરના હુમલા દરમિયાન આપણી રક્ષા માટે લડ્યા. તેઓ હિંમત અને પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. ‘અગ્નિપથ યોજના’ હેઠળ સેવા આપતા યુવાનોની બહાદુરી અને દેશભક્તિની પ્રશંસા કરતા અમિતાભ બચ્ચને કહ્યું કે આ સૈનિકો ચાર વર્ષ સુધી સેવા આપે છે, મૂલ્યવાન લશ્કરી અનુભવ મેળવે છે. અગ્નિવીર યુવા ઉર્જા અને રાષ્ટ્રવાદી ભાવના સાથે ભારતના સંરક્ષણ દળોના આધુનિકીકરણનું પ્રતીક છે. હિંમત અને બહાદુરીથી દુશ્મનનો સામનો કરવા બદલ હું તેમને સલામ કરું છું.

સોશિયલ મીડિયા પર દેશભક્તિનો રંગ છવાયો

બીજી પોસ્ટમાં, અમિતાભે અગ્નિવીરની તસવીરોનો કોલાજ શેર કર્યો અને લખ્યું, ‘અગ્નવીર ઝિંદાબાદ. ભારત માતા કી જય!! જય હિંદ!!’ તેમના ટ્વીટની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. યુઝર્સ તેમની દેશભક્તિની ભાવના અને યુવાનો માટેના સમર્થનને પ્રેરણાદાયક ગણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ પત્ની શૂરા ખાનને સાચવીને કારમાં બેસાડતો જોવા મળ્યો અરબાઝ, ગુડ ન્યૂઝની અટકળો શરૂ

Back to top button