ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ, બાહુબલી અનંત સિંહની પત્ની નીલમ દેવીનો રાજ્યમંત્રીનો દરજ્જો છીનવી લીધો

બિહારના રાજકારણમાં જનતા દળ (યુનાઇટેડ) એટલે કે જેડીયુએ અનંત સિંહની પત્ની અને મૌકામાની પૂર્વ ધારાસભ્ય નીલમ દેવી સામે વધુ એક કાર્યવાહી કરી છે. નીલમ દેવીને 20 સૂત્રીય કાર્યક્રમ અમલીકરણ સમિતિમાંથી દૂર કરવામાં આવ્યાં છે. આ કાર્યવાહી બાદ તેમનો રાજ્યમંત્રીનો દરજ્જો પણ છીનવાઈ ગયો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

મળતી માહિતી મુજબ, જેડીયુની ભલામણના આધારે નીલમ દેવીને સમિતિમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં પણ પાર્ટીએ કથિત પક્ષવિરોધી પ્રવૃત્તિઓના આરોપસર નીલમ દેવી અને તેમના પતિ અનંત સિંહને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યાં હતાં.

પહેલાં પાર્ટીમાંથી છ વર્ષ માટે કરાયાં હતાં સસ્પેન્ડ

જેડીયુએ તાજેતરમાં મૌકામાના ધારાસભ્ય અનંત સિંહ અને તેમની પત્ની નીલમ દેવી સામે શિસ્તભંગની કાર્યવાહી કરતાં બંનેને છ વર્ષ માટે પક્ષમાંથી નિષ્કાસિત કર્યાં હતાં. હવે નીલમ દેવીને 20 સૂત્રીય કાર્યક્રમ અમલીકરણ સમિતિમાંથી પણ દૂર કરવામાં આવતાં તેમની રાજકીય સ્થિતિને લઈને ચર્ચા તેજ બની છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અનંત સિંહે પત્નીને સોંપી હતી રાજકીય વિરાસત

મૌકામામાં ‘છોટે સરકાર’ તરીકે ઓળખાતા અનંત સિંહે વર્ષ 2022માં પોતાની રાજકીય વિરાસત પત્ની નીલમ દેવીને સોંપી હતી. તે સમયે યુએપીએ સંબંધિત એક કેસમાં દોષિત ઠર્યા બાદ અનંત સિંહનું ધારાસભ્યપદ રદ થયું હતું.

આ પછી નીલમ દેવીએ મૌકામામાંથી ચૂંટણી લડી હતી અને રાજકારણમાં પોતાની ભૂમિકા આગળ વધારી હતી.

આરજેડીએ ટિકિટ આપી, બાદમાં એનડીએમાં જોડાયાં

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)એ વર્ષ 2020માં અનંત સિંહને ચૂંટણીની ટિકિટ આપી હતી. ત્યારબાદ બે વર્ષ પછી યોજાયેલી પેટાચૂંટણીમાં તેમની પત્ની નીલમ દેવીને ઉમેદવાર બનાવવામાં આવ્યાં હતાં.

જોકે, વર્ષ 2024માં નીલમ દેવી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)માં જોડાયાં હતાં. અહેવાલો અનુસાર, તેમણે આ નિર્ણય પોતાના પતિની સંમતિથી લીધો હોવાનું કહેવાય છે.

બિહારના રાજકારણમાં ચર્ચા તેજ

નીલમ દેવી સામે એક પછી એક થઈ રહેલી કાર્યવાહીથી બિહારના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. પાર્ટીમાંથી નિષ્કાસન બાદ હવે 20 સૂત્રીય કાર્યક્રમ અમલીકરણ સમિતિમાંથી પણ તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ સાથે રાજ્યમંત્રીનો દરજ્જો પણ ગુમાવ્યાના અહેવાલો સામે આવ્યા છે.

સમિતિમાંથી દૂર કરવાના નિર્ણય અને રાજ્યમંત્રીના દરજ્જા અંગેની અંતિમ વહીવટી વિગતોની સત્તાવાર પુષ્ટિ મળ્યા બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીના કાફલામાં અકસ્માત, પૂર્વાંચલ એક્સપ્રેસ પર થઈ દુર્ઘટના

Back to top button