ગુજરાતટ્રેન્ડિંગ

બેંકના કર્મીઓએ હર્ષ સંઘવીએ કાઢી ઝાટકણી, કહ્યું…

ગાંધીનગર ખાતે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાઇ હતી. જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. “પ્રધાનમંત્રી જન ધન યોજના”થી બેન્કિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. રાજ્યના બેન્કિંગ નેટવર્ક પૈકી 56 ટકાથી વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે. સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને સાયબર ગુનાઓને અટકાવવા કરશે પરિણામલક્ષી કામગીરી કરી હતી.

સાયબર ફ્રોડના કેસમાં બેંકોની ઢીલી કામગીરીને લઈ હર્ષ સંઘવીએ નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસ તરફથી માહિતી અપાયા બાદ પણ બેંક એકાઉન્ટ ફ્રીઝ થવામાં વિવિધ કારણોસર મોડું થતું હોવાનું જણાવ્યું હતું. દરેક બેન્કમાં સાયબર ફ્રોડમાં કેસ માટે નોડલ અધિકારી નિમવા માટેની સલાહ આપી હતી. નોડલ અધિકારી સાયબર ફ્રીડનો કોલ મળતા તમામ કામ પડતા મૂકી એકાઉન્ટ ફ્રીઝ કરે તેવી ભલામણ કરી હતી. સ્ટેટ લેવલની ગૃહ વિભાગ, બેન્કર્સ અને પોલીસની એક કો ઓડીનેશન કમિટી બનાવવા આદેશ અપાયો હતો.

શ્રેષ્ઠતમ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ SLBC-સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187 મી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાણાકીય વર્ષ 2025 ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

Back to top button