ટ્રેન્ડિંગવર્લ્ડ

બાંગ્લાદેશમાં ફરી થશે લોકતંત્રનો ઉદય, રાષ્ટ્રીય ચૂંટણીની તારીખ થઈ જાહેર

બાંગ્લાદેશ, 6 જૂન, 2025: Bangladesh Election: બાંગ્લાદેશમાં ચૂંટણીની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. એપ્રિલ 2026ના પહેલા અઠવાડિયામાં બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય ચૂંટણીનું આયોજન થશે. નોંધનીય છે કે, હાલ બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર શાસન કરી રહી છે. છેલ્લાં ઘણાં સમયથી યુનુસ પર ચૂંટણી માટેનું દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન હવે શુક્રવારે (6 જૂન) બાંગ્લાદેશમાં ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે.

નોંધનીય છે કે, હાલ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના સ્થાયી સમિતિના સભ્ય સલાહુદ્દીન અહેમદે કહ્યું કે, દેશમાં ડિસેમ્બર પહેલા રાષ્ટ્રીય ચૂંટણી થવાની સંભાવના છે. કારણ કે, સામાન્ય સંમતિના આધારે જરૂરી સુધારા કર્યા બાદ એક મહિનાથી પણ ઓછો સમય લાગી શકે છે.

ગોનો અધિકાર પરિષદ દ્વારા આયોજિત એક ચર્ચામાં સ્થાનિક મીડિયાએ સલાહુદ્દીનને ટાંકીને કહ્યું કે, ‘ડિસેમ્બરમાં ખૂબ મોડું થઈ ચુક્યું છે. આ પહેલાં ચૂંટણી આયોજિત કરવું શક્ય છે. જો બંધારણીય સંશોધનથી સંબંધિત પ્રસ્તાવે બાદ કરતા સુધાર પ્રસ્તાવને રાષ્ટ્રીય સંમતિથી સ્વીકાર કરી શકાય છે, તો તેને એક મહિનાથી પણ ઓછા સમયમાં લાગુ કરી શકાશે.’

બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા

નોંધનીય છે કે, ગત વર્ષે ઓગસ્ટથી બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા છે. ઓગસ્ટમાં બાંગ્લાદેશની તત્કાલિન પ્રમુખ શેખ હસીનાને ભારે વિરોધના કારણે સત્તા છોડીને ભારત ભાગવું પડ્યું હતું. ત્યારબાદ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જોકે, થોડા દિવસો બાદ યુનુસ પણ ચારે તરફથી ઘેરાતા જોવા મળ્યા. સેના, વિપક્ષી પાર્ટી જેમ કે, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી અને તેમના સમર્થક પણ નાખુશ છે. BNPએ તો યુનુસના અમુક સલાહકારોને પણ હટાવવાની માંગ કરી હતી. આ સાથે જ દેશમાં કાયદો અને વ્યવસ્થા બગડી રહી છે અને લઘુમતિઓ પર હુમલા વધી રહ્યા છે, જેનાથી યુનુસની સરકાર પર પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ ઈરાન ફરી ઈઝરાયલ પર કરશે હુમલો? ચીન સાથે 800 બેલિસ્ટિક મિસાઇલ પર કરી ડીલ

આ પણ વાંચોઃ મને ચોર કેમ કહો છો? ભાગેડુ વિજય માલ્યાએ કર્યો પોતાનો બચાવ, કહ્યું- હું પ્રણવ મુખર્જીને…

Back to top button