ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

મને ચોર કેમ કહો છો? ભાગેડુ વિજય માલ્યાએ કર્યો પોતાનો બચાવ, કહ્યું- હું પ્રણવ મુખર્જીને…

નવી દિલ્હી, 6 જૂન, 2025: Vijay Mallya: બિઝનેસ જગતના એક સમયે મોટા નામોમાં ગણાતા વિજય માલ્યાને લોકો ભાગેડું કહી રહી રહ્યા છે. ભારત પણ બ્રિટનથી માલ્યાના પ્રત્યાર્પણના પ્રયાસમાં લાગ્યું છે. જોકે, હવે વિજય માલ્યાએ કિંગફિશર એરલાઇન્સ કેમ ડૂબી તે વિશે ખુલીને વાત કરી છે. આ સાથે જ તેણે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો ઉલ્લેખ કરતા ચોંકાવનારા દાવા કર્યા છે. તેણે કહ્યું કે, હું કંપનીની ખરાબ સ્થિતિ સમયે પ્રણવ મુખર્જી પાસે ગયો હતો.

2008ની વૈશ્વિક મંદીની અસર

વિજય માલ્યાએ એક પોડકાસ્ટ દરમિયાન ‘2008ની વૈશ્વિક આર્થિક મંદીની વાત કરી અને કહ્યું કે, હું આ વાતથી સંમત છું કે, 2008 સુધી અમારા પક્ષમાં કામ થયું. ત્યાર પછી શું થયું? શું તમે ક્યારેય લેહમન બંધુનું નામ સાંભળ્યું છે? તમે ક્યારેય વૈશ્વિક સંકટ વિશે સાંભળ્યું છે? શું તેની ભારત પર અસર નહીં પડી હોય? વૈશ્વિક મંદીના કારણે દરેક સેક્ટર પર અસર પડી હતી. પૈસા આવવાના અટકી ગયા હતા, ત્યારે ભારતીય રૂપિયાના મૂલ્ય પર પણ તેની અસર થઈ હતી.’

કેમ પ્રણવ મુખર્જીનો કર્યો ઉલ્લેખ? 

કિંગફિશર એરલાઇન્સની મુશ્કેલીના સમયની વાત યાદ કરતાં માલ્યાએ કહ્યું કે, ‘હું પ્રણવ મુખર્જી પાસે ગયો હતો અને કહ્યું હતું કે, એક સમસ્યા છે. કિંગફિશર એરલાઇન્સનું કામ ઓછું કરવાની જરૂર છે. વિમાનોની સંખ્યા ઘટાડવા, કર્મચારીઓને કાઢવાની જરૂર છે, કારણ કે આવી આર્થિક સ્થિતિમાં કામ નહીં થઈ શકે. જોકે, ત્યારે મને કામ ઘટાડવાનો ના પાડી દીધી. મને કહ્યું કે, કામ ચાલુ રાખો, બૅન્ક તમારી મદદ કરશે. આ બધું આ પ્રકારે જ શરુ થયું. કિંગફિશર એરલાઇન્સને પોતાની બધી ઉડાન કેન્સલ કરવી પડી અને બાદમાં એરલાઇન્સને સંઘર્ષ કરવો પડ્યો. જે સમયે મેં લોન માંગી ત્યારે કંપનીનું પ્રદર્શન સારું નહોતું. એટલે લોન આપવાની ના પાડી દીધી.’

માલ્યાએ ખુદને ચોર કહેવાના પ્રશ્ન પર કહ્યું કે, ‘માર્ચ 2016 બાદ ભારત ન જવાના કારણે મને ભાગેડું કહેવામાં આવે છે. હું ભાગ્યો નહતો. હું પહેલાંથી નક્કી કરેલી યાત્રા પર ભારતથી નીકળ્યો હતો. એ સાચું છે કે, હું મને યોગ્ય લાગ્યા તે કારણોથી પરત ન ફર્યો. એવામાં જો તમે મને ભાગેડું કહો છો તો કહો પરંતુ, ચોર ક્યાંથી આવી ગયું… ક્યાં થઈ છે ચોરી?

આ પણ વાંચોઃ ‘બિહાર ભારતનું ‘ક્રાઇમ કેપિટલ’ બની ગયું છે’, રાહુલ ગાંધીએ આ ચોંકાવનારું નિવેદન કેમ આપ્યું?

આ પણ વાંચોઃ SBI: ફક્ત આ નંબરો પરથી આવતા કોલ જ સાચા છે, અન્યથી સાવધ રહો નહીંતર થઇ શકે છે છેતરપિંડી

Back to top button