ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

બનાસકાંઠા: આ ગ્રામ પંચાયતમાં ચૂંટણી પહેલાં ગામને મળ્યા નવા મહિલા સરપંચ અને ઉપ સરપંચ

  • ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓને સોંપાયું છે
  • મંજુલાબા ચાવડાની સરપંચ બન્યા છે
  • મનીષાબા ચાવડાની ઉપસરપંચ તરીકે વરણી

બનાસકાંઠા, 4 જૂન, 2025: a new female sarpanch in Banaskantha ઉત્તર ગુજરાતની 2138 ગ્રામ પંચાયતોમાંથી 1599 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે તા.22 જૂને બેલેટ પેપરથી મતદાન થવાનું છે. ત્યારે બનાસકાંઠાના જોઇતા ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં ગામને નવા સરપંચ મળ્યા છે. વડગામ તાલુકાની જોઈતા ગ્રામ પંચાયત સમરસ બની છે અને ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓને સોંપાયું છે. મંજુલાબા ચાવડાની સરપંચ અને મનીષાબા ચાવડાની ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી છે.

ગ્રામ પંચાયતોની વસ્તીના આધારે પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાની જાહેરાત

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અંદરો અંદર કલેશ વધવાની સાથે વાતાવરણ તંગ બની જતું હોય છે. જેથી રાજ્ય સરકારે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ન થાય અને ગ્રામજનો ભેગા મળી સમરસ સરપંચ સહિત સભ્યોને ચૂંટી કાઢે તે માટે સમરસ ગ્રામ પંચાયતોને વધારાની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો હતો જે હજુ પણ અમલી છે. રાજ્ય સરકારે જે ગ્રામ પંચાયત સમરસ થાય તેના માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમરસના કિસ્સામાં ગ્રામ પંચાયતોની વસ્તીના આધારે પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. જે મુજબ જે ગ્રામ પંચાયતની વસ્તી 5000 હશે અને ત્યાં સમરસ પંચાયત થાય તો રુ.3 લાખ અને 5000થી વધુ વસ્તીના કિસ્સામાં 4.50 લાખ ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે.

ઉત્તર ગુજરાતમાં વધુને વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે પ્રયત્નો

મહિલા સમરસના કિસ્સામાં વસ્તી પ્રમાણે છે 4,50,000 અને 27,50,000 સુધીની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે બાયડના અપક્ષ ધારાસભ્યએ જે ગ્રામ પંચાયત સમરસ થશે તેને વિકાસના કામ માટે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી રુ.10 લાખ આપવાની જાહેરાત કરી છે. ઉત્તર ગુજરાતમાં વધુને વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે ધારાસભ્યો સહિત જિલ્લા પંચાયત સદસ્યો મેદાનમાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાત: આણંદ-ગોધરા સેક્સનમાં બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

આ પણ વાંચોઃ રેલવે વિભાગનો સપાટોઃ 2.5 કરોડ શંકાસ્પદ વપરાશકર્તા ID નિષ્ક્રિય કર્યા, જાણો નાગરિકોને શું લાભ થશે?

Back to top button