અમદાવાદગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગમધ્ય ગુજરાતયુટિલીટી

ગુજરાત: આણંદ-ગોધરા સેક્સનમાં બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

  • એન્જિનિયરિંગ બ્લોક લેવાનો હોવાથી આવતીકાલે કેટલીક મેમુ ટ્રેનો પ્રભાવિત
  • ટ્રેન નંબર 69190 દાહોદ-આણંદ મેમુ ટ્રેન ગોધરા સુધી ચાલશે
  • ટ્રેન નંબર 69136 ડાકોર-આણંદ મેમુ ટ્રેન 05 જૂને રદ રહેશે

વડોદરા, 4 જૂન, 2025: આણંદ-ગોધરા સેક્સનના ટીંબા રોડ-સેવાલિયા સ્ટેશનોની વચ્ચે રી-રી ગર્ડરિંગ કામગીરી હાથ ધરાતા એન્જિનિયરિંગ બ્લોક લેવાનો હોવાથી આવતીકાલે કેટલીક મેમુ ટ્રેનો પ્રભાવિત રહેશે. પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના આણંદ-ગોધરા સેક્સનના ટીંબા રોડ-સેવાલિયા સ્ટેશનોની વચ્ચે બ્રિજ સંખ્યા 65 ના (અપ લાઇન) પર સ્પૈન (45.7 મીટર લંબાઈ)ની રી ગર્ડરિંગ (લોન્ચિંગ અને ડી-લોન્ચિંગ) કાર્યને કારણે એન્જિનિયરિંગ બ્લોક લેવાનો હોવાથી 05 જૂન 2025 (ગુરુવાર)ના રોજ કેટલીક મેમુ ટ્રેનો પ્રભાવિત રહેશે.

ટ્રેન નંબર 69190 દાહોદ-આણંદ મેમુ ટ્રેન ગોધરા સુધી ચાલશે

ટ્રેન નંબર 69135 આણંદ-ડાકોર મેમુ ટ્રેન તથા ટ્રેન નંબર 69136 ડાકોર-આણંદ મેમુ ટ્રેન 05 જૂને રદ રહેશે. જયારે 05 જૂનના રોજ, ટ્રેન નંબર 69190 દાહોદ-આણંદ મેમુ ટ્રેન ગોધરા સુધી ચાલશે અને ગોધરા-આણંદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. રેલવે પ્રશાશન તરફથી મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે.

આ પણ વાંચોઃ ગુજરાત: કેનેડાના વર્ક વિઝાના બહાને ત્રણ યુવાનો સાથે રૂ.81 લાખની છેતરપિંડી

આ પણ વાંચોઃ ગુજરાત: ચોમાસા પહેલા ખરીફ પાકની વાવણીનો આરંભ, ગત વર્ષ કરતા ધીમું વાવેતર

Back to top button