ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: અમીરગઢ પોલીસને કારમાંથી મળેલા રૂ. 79 લાખ આંગડીયા પેઢીના, પુરાવા રજૂ કરતાં કાર ચાલકને જવા દેવાયો

પાલનપુર: અમીરગઢ નજીક પોલીસે રવિવારે સાંજે કારના ગુપ્તખાનામાંથી રોકડ રૂપિયા 79 લાખ કબ્જે લીધા હતા.જે આંગડીયા પેઢીના હોવાના પુરાવા રજુ કરવામાં આવતાં ચાલકને જવા દેવાયો હતો.

અમીરગઢ પોલીસે ગુપ્તખાનામાંથી નાણાં કબજે લીધા હતા

અમીરગઢ પીઆઇ એમ. આર. બારોટે ટીમ સાથે ચનારવાળી બોર્ડરથી ચોર રસ્તે આવેલી કાર નં. જીજે. 01. એ. એક્સ. 3256ને ઉભી રખાવી તલાસી લીધી હતી. જેમાં ડ્રાયવર સહિતની સીટ નીચે બનાવેલા ગુપ્તખાનામાંથી રૂપિયા 100, 200 અને 500ના દરની નોટોના 15 બંડલ મળી આવ્યા હતા. પોલીસે મોડી સાંજે રૂપિયા 79,00,000 લાખ રોકડા કબ્જે લઇ ચાલક અમદાવાદના સાહિલ પ્રકાશભાઇ પ્રજાપતિની પુછપરછ હાથ ધરી હતી.

આંગડીયા પેઢીના-humdekhengenews

જેમાં આ રકમ આંગડીયા પેઢીની હોવાની અને શિરોહીથી અમદાવાદ લઇ જવાતી હોવાનું જણાવ્યું હતુ. જેના પુરાવા રજુ કરવામાં આવતાં આખરે ચાલકને જવા દેવાયો હતો.રકમ ગણવા માટે અમીરગઢ પોલીસના પાંચ કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી હતી. જેમણે આ તમામ રકમ મશીનથી ગણી હતી. જેમાં બે કલાકનો સમય લાગ્યો હતો.

આ પણ વાંચો :અમદાવાદ રાજકોટ હાઇવે બંધ, લીંબડી પાસે પુલ ઉપર ખાડો પડતા 25 કીલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો

 

Back to top button