ગુજરાત

રાજ્યના આ જિલ્લામાં લોકોના બુમ પાડવા કે ગીતો ગાવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

બનાસકાંઠા, તા. 22 જુલાઈ, 2025: તા.૨૫/૦૭/૨૦૨૫થી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. વિવિધ ખાનગી ઇનપુટો ધ્યાને લેઈને અસામાજીક તત્વો દ્વારા અઘટિત બનાવ ન-બને તે માટે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એ.વાઘેલાએ સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૬/૦૮/૨૦૨૫ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાં નીચેની બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

૧. જેનાથી શારીરીક ઇજા પહોચાડવા અંગે ઉપયોગમાં લઇ શકે તેવા શસ્ત્રો જેમ કે, શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, ટોટા, બંદૂક,ચપ્પુ, લાઠી કે તેવી બીજી કોઇ વસ્તુઓ લઇ જવા અંગે અથવા સાથે લઇને ફરવાનું
૨. કોઇપણ ખવાઇ જાય તેવા પદાર્થ અથવા જલ્દી સળગી ઉઠે તેવી વસ્તુઓ, બીજા સ્ફોટક પદાર્થો લઇ જવા અંગે અથવા સાથે લઇને ફરવાનું
૩. પથ્થરો કે બીજા હથીયારો કે હથીયારો ફેકવાના કે નાખવાના યંત્રો કે સાધનો એકઠા કરવા તથા સાથે લઇ જવા અંગે કે તૈયાર કરવા કે સાથે લઇને ફરવાનું
૪. સળગતી કે પેટાવેલી મશાલ સરઘસમાં લઇ જવા બાબત.
૫. વ્યક્તિઓ અથવા તેના શબ, આકૃતિ કે આકાર અથવા પુતળા દેખાડવાનું.
૬. લોકોએ બુમ પાડવાની કે ગીતો ગાવાની કે વાદ્ય વગાડવા બાબત.
૭. અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બિભત્સ સૂત્રો પોકારવાનું જેનાથી સુરુચી અથવા નિતીનો ભંગ થાય તેવું ભાષણ કરવાનો તથા હાવભાવ તથા ચેષ્ટા કરવાનું તથા પત્રો, પત્રીકાઓ, પ્લેકાર્ડો, ચીત્રો, નિશાનીઓ દેખાડવાનું અથવા ફેલાવો કરવાનુંકે સાથે રાખીને ફરંવાનું.

આ જાહેરનામું કોને લાગુ નહીં પડે

૧. જિલ્લા મેજીસ્ટ્રેટ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અથવા અધિકૃત કરેલા કોઇ પણ અધિકારીએ શારીરીક અશક્તિના કારણે લાકડી, કે લાઠી લઇ જવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિઓ.
૨. સરકારી નોકરી કે કામ કરતી વ્યક્તિઓ કે જેના ઉપરની અધિકારીએ હથ્રિયાર લઇ જવાનું ફરમાવ્યું હોય અથવા આવું કોઈ હથિયાર ફરજ ઉપર સાથે રાખવાનું આવશ્યક હોય.
૩. કોઇ ધાર્મિક તહેવારની ઉજવણી માટે આ જાહેરનામામાં ઉલ્લેખ કરેલ તે પૈકીના હથિયાર ધાર્મિક રીવાજોને અનુરૂપ ઉપયોગ કરવા માટે અને જિલ્લા પોલીસ અધિકારી અથવા તે વિસ્તારના સબ ડીવિઝનલ મેજીસ્ટ્રેટ, એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટે અગાઉથી લેખિતમાં મંજૂરી આપી હોય તેવી સંસ્થા કે વ્યક્તિઓ.
૪. ખેતીના કામે ઓજારો લઇ જતાં ખેડૂતો.
૫. સરકારી કાર્યક્રમ

આ જાહેરનામાનો ભંગ કરનાર સજા/દંડને પાત્ર થશે.

આ પણ વાંચોઃ ફૂડ સેફ્ટી અને સ્ટાન્‍ડર્ડસ એક્ટ, ૨૦૦૬ હેઠળની દંડની જોગવાઇઓમાં સુધારા કરવા સંદર્ભે વાંધા-સૂચનો મંગાવાયા

Back to top button