ગુજરાતટ્રેન્ડિંગ

ફૂડ સેફ્ટી અને સ્ટાન્‍ડર્ડસ એક્ટ, ૨૦૦૬ હેઠળની દંડની જોગવાઇઓમાં સુધારા કરવા સંદર્ભે વાંધા-સૂચનો મંગાવાયા

ગાંધીનગર, તા. 22 જુલાઈ, 2025: રાજ્ય સરકાર દ્વારા ફ-ડ સેફ્ટી અને સ્ટાન્‍ડર્ડસ એક્ટ, ૨૦૦૬ (કેન્દ્રિય અધિનિયમ નં. ૩૪ ઓફ ૨૦૦૬)ના અસરકારક અમલ માટે રાજ્યના પરિપેક્ષ્યમાં ખાસ જરૂરિયાતો અનુરૂપ રાજયકક્ષાએ તેમાંની કેટલીક દંડનીય જોગવાઇઓમાં સુધારાઓ કરવા વિચારણા કરવામાં આવી છે.

જે સંદર્ભે પ્રસ્તાવિત સુધારાઓ અંગે જાહેર જનતા, સંસ્થાઓને તથા હિતધારકોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના વેબ પેજ ttps://gujhealth.gujarat.gov.in/citizen-corner.htm પર સુધારાનો ડ્રાફ્ટ મુકવામાં આવ્યો છે. જે સુધારા બાબતે રાજ્યના કોઈપણ નાગરિકને કોઇ વાંધા-સૂચનો રજુ કરવાના થતા હોયતો તેમણે તેમના વાંધા–સૂચનો આ જાહેર સૂચના પ્રસિદ્ધ થયેથી ૩૦ દિવસની અંદર ઉપર દર્શાવેલ લિન્ક ઉપર ક્લિક કરીને તેમા ઓનલાઇન મોકલી આપવા જણાવાયું છે.

આ પણ વાંચોઃ ‘બાથરૂમ મેં જાઓ ઔર તુમ્હારે પુરે કપડે ઉતારો ઔર…’, અજાણ્યા વીડિયો કોલમાં ફસાયો રાજુલાનો યુવક

Back to top button